આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરી આજથી શરૂ કરાઇ, ખાતમુર્ત કરાયું

પૂરની સ્થિતિનું પુનઃ નિર્માણ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આયોજન

MailVadodara.com - in-vadodara-The-dredging-of-Ajwa-and-Pratappura-lakes-started-from-today-completed

- લોક ભાગીદારીની યોજના અંતર્ગત એજન્સીઓની 250થી વધુ મશીનરી કામે લાગી

વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું પુનઃ નિર્માણ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. આજે આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા ની કામગીરી લોક ભાગીદારીની યોજના અંતર્ગત આજથી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે સ્વેચ્છિક સંસ્થાઓ સ્વખર્ચે ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરી સાથે હાથ કાર્યવાહી હાથ ધરશે.


સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રી વધુમા જણાવે છે, ઓગસ્ટ-૨૦૨૪મા વડોદરા શહેરમા આવેલ પુરબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલજીના માગદર્શન હેઠળ નવલાવાલાજીના અધ્યક્ષ સ્થાને બનેલ સમિતિ દ્વારા લાંબા અને ટુંકા ગાળાના પુર નિવારણાત્મક સુચનો કરવામા આવેલા જે સંદર્ભે આજરોજ આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને યુધ્ધના ધોરણે ખોદાણ કરી ઉંડુ કરવાના ઐતિહાસિક કામનુ માન. મેયર પિંકીબેન સોની, ડે.મેયર ચિરાગભાઇ બારોટ અને મ્યુનિ.કમિશનર દિલિપકુમાર રાણાની ઉપસ્થિતમા ખાત્મુહુર્ત કરવામા આવ્યુ હતું.


    સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રી વધુમા જણાવે છે, આજરોજ આજવા અને પ્રતાપપુરા સરોવરને ઉંડા કરવાની ઐતિહાસિક કામગીરીનો શુભારંભ કરવામા આવ્યો. આજવા સરોવરની ૧૦ લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમા ૧.૫ થી ૨ મીટર  ઉંડુ કરવા વિવિધ ૬ કમ્પનીઓ દ્વારા પોતાની મશીનરી જેમકે ૨૮ હિટાચી પોક્લેન, ૪૦ જેસીબી, અને ૯૩ જેટલા ડમ્પર લગાવી અંદાજીત કૂલ ૧૫ થી ૨૦ લાખ ઘનમીટર માટી કાઢવાનુ આયોજન છે જેનાથી આજવા સરોવરની ૧૫૦ થી ૨૦૦ કરોડ લિટર પાણીની સંગ્રહ ક્ષમતામા વધારો થશે. 


વધુમા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતુ કે આવીજ રીતે ૫ કંપનીઓ દ્વારા પ્રતાપપુરા સરોવર ખાતે ૨૧ હિટાચી પોક્લેન, ૧૯ જેસીબી, અને ૧૩૪ જેટલા ડમ્પરનો ઉપયોગ કરી ૩ લાખ ચો.મી. ક્ષેત્રફળમા અંદાજીત ૫ મીટર ઉંડુ કરી ૧૫ લાખ ઘણ મીટર માટી કાઢવાનુ આયોજન છે જેના થકી પ્રતાપપુરા સરોવરની ૧૫૦ કરોડ લિટર પાણીની સંગ્રહ ક્ષમતામા વધારો થશે. સાથે દ્રાક્ષી અને ખારવા પાસેના બે નાળાઓ થકી આજુબાજુના ગામડાઓનુ પાણી સીધે સીધુ પ્રતાપપુરા સરોવરમા આવે છે જેથી સરોવરના પાળાઓ પર દબાણ પણ વધે છે આમ બે નાળાઓ જોડતી નવિન ચેનલ બનાવી ખોદાણ કરેલ ભાગમા પાણી લઇ જવામા આવશે જેથી પ્રતપપુરા સરોવરના પાળાનુ ભારણ ઘટે સાથે આજુ બાજુના ગામડાઓ માથી આવતા પાણીનો પણ સદરહુ તળાવમા ભારણ વિના સંગ્રહ કરી શકાય.  


તેમણે વધુમા જણાવ્યુ હતુ કે સદરહુ કામગીરી SOR ભાવથી ટેન્ડર મારફતે કરવામા આવે તો ૫૦ કરોડનો સંભવીત ખર્ચ થાય અથવા સુજલામ સફલામ યોજના અંતર્ગત ૬૦/૪૦ મુજબ કામગીરી આપવામા આવે તો પણ અંદાજીત ૩૦ કરોડનો ખર્ચ થવા પામે જેની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સદરહુ ખર્ચ  બચાવી સ્વૈછિક સંસ્થાઓ/ એજન્સીઓ મારફતે તેઓના સ્વખર્ચે આપેલ શરતોને આધીન કામગીરી કરવામા આવશે આમ આ ઐતિહાસિક કામગીરીની શરૂઆતથી વડોદરા શહેરના પિવાના પાણીના સ્ત્રોતમા પણ વધારો થશે. જેથી વડોદરા શહેરની ૮ લાખ વસ્તીને ૧૭ દિવસ સુધી પીવાનુ પાણી પુરુ પાડી શકાશે.

Share :

Leave a Comments