એમ. એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આજે સવારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું એ સમયે જ કોઈ દુર્ઘટના સર્જાઈ હોય એવો અવાજ આવતા જ વિદ્યાર્થીઓ બહાર દોડી આવ્યા હતા. જો કે બહાર આવેલા વિદ્યાર્થીઓએ જોયું કે પાર્કિંગ એરિયામાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું.
વૃક્ષની નીચે લગભગ અડધો ડઝન ટુ વ્હીલ દબાઈ ગયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ટુ વ્હીલને જે નુકશાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે. યુનિવર્સિટી કેમ્પસમાં અનેક ઝાડ વર્ષો જુના છે. તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી. આ વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો જોખમી છે તે અંગે આજ સુધી કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી.