વડોદરામાં યુવકે ફેસબુક પર એડ જોઈ શેર માર્કેટમાં 94 લાખ રોક્યા, વિડ્રો ન થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

મૂળ આંધ્ર પ્રદેશના અને સન ફાર્મા રોડ પર રહેતા રામક્રિષ્ના બેડુદુરીએ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - a-young-man-invests-94-lakhs-in-the-share-market-by-looking-at-an-ad-on-Facebook-complains-about-cyber-crime-after-not-withdrawing

- ૯૪.૧૮ લાખની સામે પોર્ટફોલિયોમાં ૧૧.૨૬ કરોડનું બેલેન્સ બતાવતું હતું, વિડ્રો કરવા 3 ટકા લેખે 33 લાખ જમા કરાવશો તો વિડ્રો થશે તેમ જણાવતા છેતરાયાની જાણ થઇ

શેર માર્કેેટમાં ટ્રેડિંગ કરવાનું જણાવી એન્જલ વન કંપનીના નામના ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે દર્શાવી વોટ્સએપ પર મોકલી રોકાણકારને ફસાવી સાયબર  ઠગ ટોળકીએ ૯૪.૧૮ પડાવી લીધા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ આંધ્રપ્રદેશના અને હાલમાં સનફાર્મા રોડ પર વેદાંતા ડૂપ્લેક્સમાં રહેતા ૫૬ વર્ષના રામાક્રિષ્ણા રોશાયહ બેડુદુરી અગાઉ જાણીતી કંપનીમાં નોકરી કરતા હતા. પર્સનલ કારણોસર તેમણે 3 મહિના અગાઉ નોકરી છોડી દીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૬ મી જાન્યુઆરીએ હું મારા ઘરે હતો. ફેસબૂક પર એક જાહેરાત આવી હતી કે, શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાઓ. જેથી, મેં તેના પર ક્લિક કરતા મારૂં વોટ્સએપ એક ગૃપમાં એડ થયો હતો. આ ગૃપમાં ૧૫૦ થી વધારે મેમ્બર્સ જોડાયા હતા. ગૃપમાં મેસેજ આવ્યો હતો કે, તમે જેટલા રૂપિયાનું રોકાણ કરવા માંગતા હોવ તેની વિગત ભરી મારા પર્સનલ વોટ્સએપ પર મોકલી આપો. મારૂં નામ મેલીસ્સા છે. મેં મારો આધાર કાર્ડ અને પાન કાર્ડના નંબર, મોબાઇલ નંબર મોકલી રોજ ૫૦ હજારનું ઇન્વેસ્ટ કરીશ. તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મને મેસેજ આવ્યો હતો કે, હું એન્જલ સિક્યોરિટી કસ્ટમર સર્વિસમાં છું.  તમારૂં ફોર્મ કમ્પલિટ થઇ ગયું છે. ત્યારબાદ મેં રાધે ટ્રેડર્સ, રાધે ફાઇનાન્સિયલ સર્વિસીસ, ગઢવાલ એન્ટરપ્રાઇઝ,  ગણપત એન્ટપ્રાઇઝ, મેટલ એન્ડ સ્ક્રેપ એન્ટરપ્રાઇઝીસ, તાજ ટ્રેડિંગ, એસ એસ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસિસ, ધ પાર્ક પ્રોપર્ટીઝ લિ.ના અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

મેલીસ્સા ના કહેવા મુજબ, મેં જમા કરાવેલા રૂપિયાની સામે અનેકગણું વળતર એપ્લિકેશનના પોર્ટફોલિયોમાં દેખાતું હતું. મેં કુલ ૯૪.૧૮ લાખ જમા કરાવ્યા હતા. જેની સામે ૧૧.૨૬ કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂપિયા વિડ્રો કરવાની કોશિશ કરતા વિડ્રો થયા નહતા. મેં મેલીસ્સાને આ અંગે જાણ કરતા તેણે  જણાવ્યું હતું કે, ૩ ટકા લેખે ૩૩ લાખ જમા કરાવશો તો રૂપિયા વિડ્રો થઇ શકશે. પરંતુ, મને શંકા જતા મેં રૂપિયા ભર્યા નહતા. આખરે છેતરપિંડીની જાણ થતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments