સાવલીના પોઇચા પાસે મહી નદીમાં નાહવા જતા યુવક ડૂબ્યો, ભારે શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

આણંદ જિલ્લાનો યુવક સાવલીના ભમ્મર ઘોડા ખાતે મંદિરે માનતા પૂરી કરવા આવ્યો હતો

MailVadodara.com - Youth-drowns-while-bathing-in-Mahi-river-near-Poicha-Savli-body-found-after-intensive-search

- બનાવની જાણ પરિવારજનોને કરતા પિતા સહિત પરિવારના સભ્યો દોડી આવ્યા હતા

- એનડીઆરએફના જવાનોએ મૃતદેહ શોધીને સાવલી પોલીસને સોંપ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં રવિવારે નાહવા પડેલો એક યુવક તણાઈ ગયો હતો. આ યુવાન માનતા પૂરી કરવા ભમ્મર ઘોડા ગામે આવ્યો હતો. આજે એન.ડી.આર.એફ.ના જવાનોએ મૃતદેહ શોધીને સાવલી પોલીસને આપ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે રવિવારે અલ્પેશ પુનમભાઈ તળપદા (રહે. બાંધણી ગામ, તા. પેટલાદ, જિ. આણંદ) સાવલીના ભમ્મર ઘોડા ખાતે મેલડી માતાના મંદિરે માનતા પૂરી કરવા આવ્યો હતો. માનતા પૂરી કરી પરત ફરતી વખતે પોઇચા ગામ પાસે આવેલા મહીસાગર નદીમાં નાહવા ગયો હતો. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો.


ઘટનાની જાણ સાવલી પોલીસને થતા સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા અલ્પેશની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ સફળતા ન મળતા એન.ડી.આર.એફ.ની મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ આ બનાવની જાણ પરિવારજનોને કરતા પિતા પુનમભાઈ તડપદા સહિત પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.

એન.ડી.આર.એફની ટીમ દ્વારા શોધખોળ આદરી હતી અને ભારે જહેમત બાદ અલ્પેશ તડપદાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસ દ્વારા લાશનો કબ્જો લઈ જરૂરી પંચકયાસ કરી મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. માટે મોકલી આપી હતી.

Share :

Leave a Comments