ભાદરવામાં શાળાએ જતી વિદ્યાર્થિનીને ધમકી આપી યુવાને દુષ્કર્મ આચર્યું, બે સામે ફરિયાદ

આરોપી સુરેશ વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો અને ફોટા પાડી છેડતી કરતો હતો

MailVadodara.com - Youth-commits-rape-by-threatening-school-going-student-in-Bhadwara-complaint-against-two

- વિદ્યાર્થિનીનો રસ્તો રોકી દુષ્કર્મ આચર્યું, મિત્રની મદદ લઇ દુષ્કર્મ આચરનાર યુવાને અંગત પળોની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં પરિવાર ચોંકી ઉઠ્યો

વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. શાળાએ જતી વિદ્યાર્થિનીને ધમકી આપી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. મિત્રની મદદ લઇ દુષ્કર્મ આચરનાર યુવાને અંગત પળોની ખેંચેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આખરે પરિવારે ભાદરવા પોલીસ મથકમાં હવસખોર યુવાન સહિત બે યુવાનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તાડીયાપુરા ગામનો યુવાન સુરેશ સોલંકી સ્કૂલમાં જતી વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો હતો અને તેના ફોટા પાડી છેડતી કરતો હતો. દરમિયાન આરોપી સુરેશ એક દિવસ તેના મિત્ર સાથે બાઇક પર વિદ્યાર્થિની જે રસ્તા ઉપરથી સ્કૂલમાં આવનજાવન કરતી હતી, તે રસ્તા ઉપર આવી ઉભા થઇ ગયા હતા. દરમિયાન વિદ્યાર્થિની આવતા જ સુરેશ તેણીને ખેંચી રોડની નજીકમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. તે સાથે ફોટો-વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ આ ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિનીને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા માટે મજબૂર કરતા વિદ્યાર્થીની ત્રાહિમામ પોકારી ગઇ હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સુરેશે તેના મિત્રએ પીડિતાનુ મોઢું દબાવી રાખ્યું હતુ અને સુરેશે દુષ્કર્મ આચર્યું હતું. એક દિવસ વિદ્યાર્થિનીએ સુરેશ સોલંકીની વશ થયા વગર બોલાવેલી જગ્યાએ ન જતાં હવસખોર સુરેશે વિદ્યાર્થિની સાથે માણેલી અંગત પળોના લીધેલા ફોટા-વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાઇયરલ કરી દીધા હતા.

ભાદરવા પોલીસ મથકમાં સુરેશભાઇ અરવિંદભાઇ સોલંકી (રહે. તાડીયાપુરા, સાવલી, વડોદરા) અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોક્સો તથા આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવની તપાસ ભાદરવા પોલીસ મથકના ઇન્ચાર્જ PI એમ. બી. જાડેજા કરી રહ્યા છે.

Share :

Leave a Comments