છાણી જકાતનાકા પાસેથી ચોરીની બાઇક સાથે યુવક ઝડપાયો, બે બાઇક કબ્જે કરી

ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે મિયાગામ કરજણના યુવકને ઝડપી પાડ્યો

MailVadodara.com - Youth-caught-with-stolen-bike-from-Chhani-Jakatnaka-two-bikes-seized

- એક મોટરસાયકલ સન ફાર્મા રોડ પરથી તેમજ બીજી મોટરસાયકલ પાદરામાંથી ચોરી કર્યાની યુવકની કબૂલાત


વડોદરા શહેરના સનફાર્મા રોડ ઉપરથી તેમજ પાદરામાંથી મોટરસાયકલની ચોરી કરનાર મૂળ મિયાગામ કરજણના યુવકને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચોરીની બે મોટરસાયકલ કબજે કરી હતી.

વડોદરા શહેર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો પેટ્રોલીંગ હતા. આ દરમ્યાનમાં મળેલ બાતમી આધારે છાણી જકાતનાકા પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે અર્જુન માળી મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતાં તે ભાયલી ગામ બસ સ્ટેન્ડ પાસે ફુટપાથ પર રહેતો હોવાની કબૂલાત કરી હતી અને તે મુળ મીયાગામ કરજણનો હોવાનું કબુલ્યું હતું. જેની પાસેથી મળી આવેલ મોટરસાયકલના પેપર્સ તેમજ માલીકી અંગે પુછપરછ કરતા તે ચોરીનું હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત વધુ એક ચોરીની મોટરસાયકલ વેચાણ કરેલાની હકિકત જણાવતા ક્રાઇમ બ્રાન્ચે બજાજ પલ્સર મોટરસાયકલ કબ્જે કરી હતી. જે પૈકીની એક મોટર સાયકલ સન ફાર્મા રોડ પરથી તેમજ બીજી મોટરસાયકલ પાદરામાંથી ચોરી હોવાનો કબલ્યું હતું.


Share :

Leave a Comments