ઉછીના આપેલા 30,000 વસૂલવા માટે મિત્રના રૂમમાંથી લેપટોપ ચોરી લેનાર યુવક ઝડપાયો

અલકાપુરી વિસ્તારમાં રહેતા મૂળ કચ્છના વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Youth-caught-stealing-laptop-from-friends-room-to-recover-30-000-lent

વડોદરામાં ઉછીના રૂપિયા વસૂલવા માટે એક યુવકે તેના મિત્રના રૂમમાંથી લેપટોપની ચોરી કરી હોવાનો બનાવ બનતાં પોલીસે લેપટોપ ચોરી કરનાર યુવકને પકડી લીધો હતો.

અલકાપુરીની શગુન એક્સિલેન્સીમાં રહેતા મૂળ કચ્છના વિદ્યાર્થી અમર ઠક્કરે પોલીસને કહ્યું હતું કે, મારા રૂમમાંથી ગઇ તા.૨૭મી માર્ચે લેપટોપની ચોરી થઇ હતી.આ લેપટોપ ધવલ દિલીપભાઇ સોઢા (રહે.ખત્રીવાડ, પાલીતાણા) ચોરી ગયો હોવાની શંકા હતી. જેથી સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો. આ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચે  બસ ડેપો નજીક લેપટોપ વેચવા ફરતા ધવલ સોઢાને ઝડપી પાડી લેપટોપ કબજે કર્યું હતું. પૂછપરછમાં એવી વિગતો ખૂલી હતી કે, ધવલે તેના મિત્ર અમરને લેપટોપ ખરીદવા માટે રૂપિયા ૩૦ હજાર આપ્યા હતા. જે રકમ પરત નહિં કરતાં વસૂલવા માટે વિદ્યાર્થી સૂતો હતો ત્યારે તેના રૂમમાંથી લેપટોપ ઉઠાવી ગયો હતો.

Share :

Leave a Comments