નિમેટા ગાર્ડન નજીક કેનાલમાં યુવક-યુવતિએ રહસ્યમય સંજોગોમાં ઝંપલાવ્યું, યુવકનું મોત

ફાયરના લાશ્કરોએ ભારે શોધખોળ બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

MailVadodara.com - Young-man-and-woman-jump-into-canal-near-Nimeta-Garden-under-mysterious-circumstances-youth-dies

- સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરતા યુવતિને બચાવી લેવામાં સફળતા મળી


વડોદરાની આજવા-નિમેટા પાસેથી પસાર થતી કેનાલમાં આજે સવારે યુવક-યુવતિએ રહસ્યમય સંજોગોમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના જોઇ જનારે તાત્કાલિક સ્થાનિકોને જાણ કરતા યુવતિને બચાવી લેવામાં સફળતા મળી છે. જ્યારે ફાયરના લાશ્કરોએ ભારે શોધખોળ બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં બચાવી લેવામાં આવેલી યુવતિને 108 એમ્બ્યૂલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે.


વડોદરા પાસેના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની કેનાલનું સુવ્યવસ્થીત નેટવર્ક આવેલું છે. આ નેટવર્ક ખાસ કરીને ખેડુતો માટે આશિર્વાદ સમાન છે. તો બીજી તરફ આ કેનાલમાં કુદી અથવા અકસ્માતે પડી જવાથી મૃત્યુ થયાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. જેને રોકવા માટે હાલ તબક્કે તંત્ર પાસે કોઇ ઉપાય ઉપલબ્ધ નથી. આજે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. આજે સવારે આજવા નિમેટા કેનાલમાં એક યુવક અને યુવતિએ ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા યુવતિને બચાવી લેવામાં સફળતા મળી હતી. યુવતિને બચાવી લેવાઇ ત્યારે તે બેભાન અવસ્થામાં હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. યુવતિને બહાર કાઢ્યા બાદ તેને 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


તો બીજી તરફ યુવકનો પત્તો લગાડવા માટે ફાયર બ્રિગેડ કામે લાગી હતી. જેમાં ટુંકા ગાળામાં જ ફાયર બ્રિગેડના જવાનોએ યુવકનો મૃતદેહ રેસ્ક્યૂ કર્યો હતો. હાલ યુવકની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી યુવતિ આજવા રોડ વિસ્તારમાં રહેતી હોવાનું હોવાનું સામે આવ્યું છે.


પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, યુવત-યુવતિએ આમ કરવા પાછળનું કારણ હાલ તબક્કે સ્પષ્ટ થઇ રહ્યું નથી. આ અંગેની વધુ માહિતી જાણવા માટે પોલીસ દ્વારા મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવતિ ભાનમાં આવ્યા બાદ આ અંગે વધુ માહિતી સામે આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

Share :

Leave a Comments