વડોદરા પાલિકાના વ્હીકલ પુલ શાખામાં પડી રહેલા વર્ષો જૂના વાહનો કટાઇ ગયા!

વર્ષોથી પડી રહેલા કેટલાક વાહનો વર્ષ ૧૯૯૫ અને ૨૦૦૯ના છે

MailVadodara.com - Years-old-vehicles-falling-in-Vadodara-Municipality-vehicle-bridge-branch-were-cut

- ૨૪.૮૮ કરોડના ૯૬ વાહનોનો હવે સ્ક્રેપમાં નિકાલ કરી દેવાશે..?!


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્હીકલ પૂલ શાખામાં વર્ષો જૂના વાહનો કટાઈને પડી રહ્યા છે અને તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી.

સ્થાયી સમિતિના અધ્યક્ષે આજે વ્હીકલ પૂલ શાખામાં જઈને નિરીક્ષણ કરતાં તેઓ ચોંકી ઊઠયા હતા. જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા રોકી રહ્યા છે. તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરાતો નથી. ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખ્યો છે, સ્પેરપાર્ટસ પણ કાઢી નાખ્યા છે. આ બધા કેટલા વાહનો છે, તેનો રિપોર્ટ મગાવી લીધો છે. જે મળતા હવે નિકાલ કરવામાં આવશે. વર્ષોથી આ વાહનો એક જગ્યાએ પડી રહ્યા હોવાથી ગંદકી ફેલાવી રહ્યા છે. જો કે આરટીઓ અને એક બીજા વિભાગ પર જવાબદારી ઢોળી તેનો નિકાલ કરવામાં આવતો નથી.

જે વાહનો છે તેમાં ડોઝર, ડમ્પર, જેટિંગ, સકસન મશીન, વોટર ટેન્કર, મીની બસ, ડમ્પર પ્લેસર, એક્સકેવેટર લોડર, સુપરસકર વગેરે મળી ૯૬ પ્રકારના વાહનો છે. જેની કિંમત આશરે ૨૪.૮૮ કરોડ છે. આમાંથી અમુક વાહનો ૧૯૯૫ની સાલના, ૨૦૦૯ના વર્ષના છે.

Share :

Leave a Comments