- કાર્યકરો ટ્રેકટર મારફતે નર્મદા નદીના કિનારાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા
- સેવા એ જ પરમો ધર્મને સાર્થક કરતા ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા અને ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓનો ગ્રામજનોએ આભાર માન્યો
વડોદરાના સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા અને ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા ગત રોજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. જેને કારણે ડેમના દરવાજા ખોલવાની જરૂર પડી હતી.
સરદાર સરોવર ડેમના દરવાજા ખોલતાંની સાથે જ નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા નદીના કિનારે આવેલા નાના-મોટા ગામડાઓમાં નર્મદા નદીનું પાણી ફરી વું હતું. જેની જાણ શહેરના સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટને થઈ હતી. જેને પગલે સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૮/૦૯/૨૦૨૩ને સોમવારના રોજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને ટ્રેકટર મારફતે નર્મદા નદીના કિનારે ડભોઇ તાલુકામાં આવેલા ચાણોદ ગામ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં જરૂરિયાતમંદ પરિવારો અને નાના બાળકોને ફૂડ પેકેટ આપવાની ટ્રસ્ટ દ્વારા સેવા કરવામાં આવી હતી. સેવા એજ પરમો ધર્મને સાર્થક કરતા ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા અને ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓનો ગ્રામજનોએ આભાર માન્યો હતો.