વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટની કામગીરી પૂર જોશમાં, અત્યાર સુધીમાં 66% કામગીરી પૂર્ણ!

મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે ચાલતા કામનું નિરીક્ષણ કર્યું

MailVadodara.com - Work-on-Vishwamitri-Revival-Project-in-full-swing-66-percent-work-completed-so-far

- આજે કોર્પોરેશનના શહેર મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ શહેરના મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે ચાલતા કામનું નિરીક્ષણ કર્યું


વડોદરા શહેરમાં ગત ચોમાસે સર્જાયેલી વિનાશક પૂરની સ્થિતિ બાદ સરકાર એક્શનમાં આવી અને ત્યારબાદ વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે કોર્પોરેશનના શહેર મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ શહેરના મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ આ પ્રોજેક્ટને 100 દિવસમાં પૂર્ણ કરવાની કામગીરી કયા પ્રકારની ચાલી રહી છે તે પ્રકારનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી કેટલી થઈ છે તેની ચકાસણી કરી હતી આ સાથે જ જ્યાં વિશ્વામિત્રી નદીના પટ પર કામગીરી ચાલી રહી છે ત્યાં આજે નિરીક્ષણ કરી અને કેટલી કામગીરી પૂર્ણ થઈ છે તે અંગેની જાણકારી મેળવશે.

આ વિઝીટ વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત માટે કોર્પોરેશન માટે નિર્ધારિત સમય નક્કી કરવામાં આવ્યો હોવા છતાં કમિશનર અને સ્થાયી અધ્યક્ષ દ્વારા મેયર પહેલા અને સમય પહેલા મુલાકાત લેતા ફરી ભાજપમાં જૂથબંધી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે.


આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી 24.7 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થાય છે. ચાર સેક્શનમાં તેને ડિવાઇડ કરી અને ટેન્ડરિંગ પ્રોસેસ કરવામાં આવી છે. હાલમાં ચાર એજન્સીઓ વિશ્વામિત્રી નદીના પટમાં કામ કરી રહી છે. હાલમાં નદીના વહેણથી જમણી બાજુનો કિનારો 45 દિવસ માટે વાઈડનીંગ અને રિસેપ્શનિંગ જનરલ કટીંગ કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, જમણા કિનારાનો વાઈફ વોલિટર દ્વારા સર્વે કરીને બાર જેટલી જગ્યાઓને આઈડેન્ટીફાય કરી અને ત્યાં ચેક લગાવવામાં આવે છે. હાલમાં એક કિનારો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે જો બંને કિનારા પસંદ કરીએ તો મગર અને આ કિનારો છોડી આ નદીના પાછળ કે આગળ ભાગે જવું પડે છે. જેથી વગેરે પોતાની જગ્યા છોડવી ન પડે તે માટે આ રીતે કામગીરી ચાલી રહી છે.

વધુમાં કહ્યું કે, આ માટે 10 વોલિએન્ટર દ્વારા અહીંયા રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જગ્યા સેફ હોવાથી અહીંયા કામગીરી ચાલી રહી છે. જેથી કરીને મગરને ઇજા થતા અટકાવી શકાય તેઓના ઈંડાને બીજા ઇજા અટકાવી શકાય છે. હોળીના તહેવાર પછી જે ટેન્ડરો મંજૂર કર્યા હતા. જેમાં જોઈએ તેટલી સ્પીડ ન હોવાના કારણે મારા અને કમિશનર દ્વારા ટાઈમ પ્રિયડમા આ કામગીરી પૂર્ણ થાય તે માટે આ વિઝીટ કરી કામગીરી પૂરજોશમાં થાય અને આવનાર ચોમાસામાં પૂરની સ્થિતિ ન ઊભી થાય તે પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વાર કામગીરી કરવામાં આવી રહી છે.

આ સાથે દરેક એજન્સીઓ અને કર્મચારીઓ વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે. દરેક કિલોમીટર પર 10 જેટલા કર્મચારીઓ ખાસ કરીને ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર અને ત્રણ ક્લાર્ક કામગીરી કરી રહ્યા છે. દરેક સેક્શનમાં દસ જેટલા વોલિએન્ટર જેમ આઠ જુના અને અન્ય બે જંગલ ખાતાના વોલિએન્ટર મગરોની મેમેન્ટની રેકી કરી મગરોની સેફટીનુ ધ્યાન રાખી રહ્યા છે. એવીજ રીતે તમામ એજન્સી અને કર્મચારીઓને ગાઇડલાઇનનું પાલન કરી કરવામાં આવી રહ્યું છે.

હાલમાં કામગીરી પૂર જોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 66 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે 19.12 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે જેમાંથી 60થી 65 હજાર ક્યુબિક મીટર માટી કાઢી દેવામાં આવી છે. આવનાર દિવસમાં ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ થાય અને નદીની કેપીસીટી 800 ક્યૂબિક થી વધી 11 ક્યૂબિક થાય અને પૂરની શક્યતાઓમાં ઘટાડો થાય તે રીતે આનાથી પણ વધુ ગતિમાં કામગીરી કરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments