અમદાવાદ-અસનસોલ એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલાના પર્સની ચોરી

અમદાવાદથી ટ્રેન ઉપડ્યા બા મહિલા સૂઇ ગયા હતા

MailVadodara.com - Womans-purse-stolen-from-Ahmedabad-Asansol-Express-train

- રૂપિયા 93,600ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં, મોબાઈલ ફોન, રોકડ સહિતની ચીજવસ્તુની ચોરી

ઝારખંડના રહેવાસી રોહિતસિંગ સિંગ ચિતરંજન જવા માટે અમદાવાદ અસનસોલ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર બીટ ટુ માં પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા બાદ તેઓ સુઈ ગયા હતા. 

વડોદરા રેલ્વે સ્ટેશન નજીક તેમની માસીનું લેડીઝ પર્સ ગાયબ હતું. તપાસ કરતા પર્સ કોચના ટોયલેટમાંથી મળી આવ્યું હતું. પરંતુ તેમાંથી રૂપિયા 93,600ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ચોરી થયાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments