મહિલા એક્ટિવામાં ચાવી રાખીને દુકાને ગઇ'ને માત્ર 25 સેકન્ડમાં ગઠિયો એક્ટિવા ચોરી ગયો, પોલીસે ઝડપ્યો

મહિલાએ એક્ટિવા ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી

MailVadodara.com - Woman-stole-Activa-in-just-25-seconds-after-going-to-shop-with-key-in-Activa-police-arrested

- પાણીગેટ પોલીસે ગણતરીના કલાકોમાં ધર્મેશ ઉર્ફે બાબર વસાવાની ધરપકડ કરી હતી


વડોદરા શહેરમાં એક્ટિવા ચોરીના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મહિલા એક્ટિવામાં જ ચાવી મૂકીને દહીં લેવા ગઈ હતી, જેથી ચોરને એક્ટિવા ચોરી કરવામાં સરળતા થઈ ગઈ હતી અને માત્ર 25 સેકન્ડમાં એક્ટિવાની ચોરી કરીને ચોર ભાગી છૂટ્યો હતો. પાણીગેટ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો છે.

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાની એક્ટિવા ચોરી થઇ હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળની આસપાસના CCTVના આધારે તપાસ શરૂ કરી હતી. CCTVમાં દેખાય છે કે, એક મહિલા બપોરના સમયે પોતાની સફેદ રંગની એક્ટિવા લઇને ઉમા ચાર રસ્તા પાસે આવેલા સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ ખાતે દહીં લેવા માટે આવી હતી. જોકે, આ મહિલાએ એક્ટિવામાંથી ચાવી કાઢી નહોતી અને દુકાનમાં ગઈ હતી. આ સમયે સ્થળ પર હાજર ગઠિયો એક્ટિવા ચોરી ફરાર થઇ જાય છે.

આ બનાવના CCTV પોલીસના હાથે લાગતા પાણીગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એચ.એમ વ્યાસે ટીમને કેમ લગાડી હતી અને આ દરમિયાન વાહન ચોરનાર ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઇ વસાવા (રહે. શૈલેષ પાર્ક સોસાયટી. પરિવાર ચાર રસ્તા, ડભોઇ રોડ, વડોદરા)ની ઓળખ થતા તેની અટકાયત કરીને પૂછપરછ કરતા ગણતરીના કલાકોમાં એક્ટિવા ચોરીનો ભેદ પોલીસ ઉકેલી કાઢ્યો છે. પાણીગેટ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


ઉલ્લેખનીય છે કે, આરોપી ધર્મેશ ઉર્ફે બાબર સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ-2017માં ફોન સ્નેચિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી અને હવે ફરી એક્ટિવા ચોરીમાં ઝડપાયો છે.

Share :

Leave a Comments