સમાના સંજય નગરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરનાર મહિલા ઝડપાઈ, બે વોન્ટેડ

ડીસીબી પોલીસે સંજય નગર માળી મોહલ્લામાં રહેતી મહિલાને ઝડપી પાડી

MailVadodara.com - Woman-selling-foreign-liquor-in-residential-house-in-Sanjay-Nagar-Samana-arrested-two-wanted

- વિદેશી દારૂના 60 ટીન રૂ.13,677 તથા અન્ય મળીને 19,277નો મુદ્દામાલ કબજે

વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં સમા ગામમાં સંજય નગર મહોલ્લાના ઘરે દારૂની હાજરી માંડનાર દંપતીને દેશી બનાવટના વિદેશી દારૂના 60 ટીન રૂ.13,677 તથા અન્ય મળીને રૂ.19,277 નો મુદ્દામાલ કબજે કરીને મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. 

પોલીસે જણાવેલી વિગત એવી છે કે ડીસીબી પોલીસ સમા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાટલી મળી હતી કે સમાગમના સંજય નગર માળી મોહલ્લામાં રહેતી મહિલા હીરાબેન માળી અને તેનો પતિ મહેશ ભુપેન્દ્ર માળી પોતાના રહેણાંક મકાનમાં દેશી બનાવટના ઇંગ્લિશ દારૂના ટીનનું વેચાણ કરતા હોવાની જાણ થઈ હતી. સમી સાંજે પોલીસે ઘટના સ્થળે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે ગજરાબેન માળી સહિત નીરવ રોહિત પટેલ (રહે શ્રીનાથજી રેસીડેન્સી ચાણી કેનાલ રોડ મૂળ રહે પટેલ વાસ પાલનપુર) તથા ક્રિષ્ના હરીધર રીતેડા (રહે એમજીએમ સ્કૂલ પાસે જોયલ નગર, સમા) સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને દારૂના ટીન સહિત રૂપિયા 19,277 મુદ્દામાલ કબજે કરી બે વોન્ટેડ જાહેર કર્યા છે.

Share :

Leave a Comments