ગાજરાવાડી રોડ 60 ફૂટ પહોળો કરવાની મંજૂરી મળતાં ખાણીપીણીની લારી, શેડ સહિતના દબાણો હટાવાયા

વોર્ડ 15-16માં આંતરિક તથા જાહેર રોડ રસ્તાના કાચા-પાકા દબાણો દૂર કરાયાં

MailVadodara.com - With-permission-to-widen-the-Gharrawadi-road-by-60-feet-pressures-including-food-lorries-sheds-were-removed

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ગાજરાવાડી- ગણેશ મંદિરનો રોડ ૬૦ ફૂટ પહોળો કરવાનો હોવાથી આસપાસ સહિત પાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬માં ડી-માર્ટ આસપાસના આંતરિક તથા જાહેર રોડ રસ્તા પર ઠેર ઠેર ખાણીપીણીની લારીઓ સહિત શેડ બાંધીને ફ્રૂટ તથા અન્ય ચીજ વસ્તુઓનો વેપાર ધંધો કરનારાઓનો રાફડો ફાટ્યો છે. પરિણામે જાહેર અને આંતરિક રસ્તાની પહોળાઈ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. પરિણામે વાહનચાલકોને વાહન હંકારવા સહિત ફૂટપાથ પર થયેલા દબાણના કારણે રાહદારીઓને પણ તકલીફ ભોગવી પડે છે અને અકસ્માતનો સતત ભય રહે છે. 


જ્યારે બીજી બાજુ ગાજરાવાડી ગણેશ મંદિરવાળો રોડ ૬૦ ફૂટ પહોળો કરવાના કામને પાલિકા તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને કામ શરૂ થવાની તૈયારીમાં છે. જેની આગોતરી તૈયારીના ભાગરૂપે પાલિકાના વોર્ડ નં. ૧૫ - ૧૬માં આંતરિક અને જાહેર રોડ રસ્તા પર થયેલા ખાણીપીણી સહિત અન્ય લારી-ગલ્લાના હંગામી દબાણો તથા શેર બાંધીને કરનારાના ગેરકાયદે દબાણ ઉપર પાલિકા તંત્રની દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી. જેથી ખાણી-પીણીની લારીઓ સહીત ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. 

આ દરમિયાન દબાણ શાખાની ટીમે આ બંને વોર્ડના આંતરિક તથા જાહેર રોડ રસ્તાના કાચા પાકા ગેરકાયદે દબાણનો સફાયો કરીને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. આ કામગીરી દરમિયાન પાલિકા તંત્ર દ્વારા  સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી દબાણ શાખાની ટીમે કામગીરી દરમિયાન એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

Share :

Leave a Comments