વડોદરા જિલ્લામાંથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે બે સ્થળેથી 7 અને 9 ફૂટના બે અજગરનું રેસ્ક્યૂ કર્યું

બંને અજગર (ઇન્ડિયન રોક પાયથોન)ને વન વિભાગને સોંપવામાં આવ્યા

MailVadodara.com - Wildlife-Rescue-Trust-from-Vadodara-district-rescued-two-pythons-measuring-7-and-9-feet-from-two-locations

- પોર ઇન્ડસ્ટ્રીઝમાંથી 7 ફૂટ લાંબો અજગર અને કરજણના સાદરણા ગામેથી 9 ફૂટ લાંબો અજગર દેખાયાનો રેસ્ક્યુ ટીમને કોલ મળ્યો હતો

ચોમાસાની સિઝનમાં વિવિધ સ્થળોએ સાપ, અજગર અને મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરા દ્વારા એક દિવસમાં બે જુદી-જુદી જગ્યા પરથી 2 અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં એક અજગર 7 ફૂટ અને એક 9 ફૂટ (ઇન્ડિયન રોક પાઈથન)નો છે.


વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હેલ્પલાઇન નંબર પર પ્રમુખ અરવિંદ પવાર પર અને રવિન્દ્ર કોઠિયાનો કોલ આવ્યો હતો કે, પોર ઇન્ડસ્ટ્રીઝમાં એક અજગર દેખાયો છે. તો અમે અમારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર અશોકભાઈ પટેલને ત્યાં રેસ્ક્યુ માટે મોકલ્યા હતાં. ત્યાં જઈને જોયુ તો એક 7 ફૂટ લાંબો અજગર હતો, જેનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરીને વનવિભાગ ફોરેસ્ટર જયદીપસિંહને સુપ્રત કરવામાં આવ્યો છે.


વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવાર પર કરજણ તાલુકાના આર. એફ. ઓ. મહિપતસિંહનો ફોન આવ્યો હતો કે, કરજણ તાલુકાના સાદરણા ગામના કિર્તિભાઈ મગનભાઈ પટેલના કૂવાની ઓરડીમાં એક અજગર છે, તો રેસ્ક્યુ કરો. જેથી અમે અમારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનાં કાર્યકર અશોકભાઈ પટેલને ત્યાં મોકલ્યા હતા. ત્યાં જઈને જોયું તો એક 9 ફૂટ લાંબો અજગર હતો, જેનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરીને સામાજિક વનીકરણ રેન્જ કરજણ ખાતે વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી ટીમને 2 અજગર દેખાયાના બે કોલ મળ્યા હતાં. જેથી અમારી ટીમના કાર્યકરોએ સ્થળ પર પહોંચીને બંને અજગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા છે.

Share :

Leave a Comments