વાઘોડિયા રોડ પરની સોસાયટીમાંથી વાઇલ્ડ લાઇફ રેસક્યુ ટ્રસ્ટે ભારે જહેમત બાદ મગર રેસક્યુ કર્યું

અક્ષર વિહાર સોસાયટીમાં ઘર આંગણે મોડી રાત્રે મગર ઘુસી આવ્યો હતો

MailVadodara.com - Wild-Life-Rescue-Trust-rescued-a-crocodile-from-a-society-on-Waghodia-Road-after-a-lot-of-effort

- દોરી નાંખતા જ મગરે ઉછળીને છટકવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે મગર પર ડબલ સવારી કરીને મોં પર ગાંઠ મારી સેલો ટેપ લગાવાઇ હતી


વડોદરા વાઇલ્ડ લાઇફ રેસકયુ ટ્રસ્ટ દ્વારા વડોદરા ના વાઘોડિયા રોડ પર આવેલ એક સોસાયટીમાં ઘરના આંગણામાં મગર ઘુસી ગયો હતો. જેથી રેસ્ક્યુઅરે મગરને પડકવા દોરી નાંખી પછી પણ મગર ઉછળી ઉછળીને છટકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારે જહેમત બાદ 5 ફૂટના મગરને પકડી લેવામાં આવ્યો હતો. રેસ્ક્યુ દરમિયાન મગર પર ડબલ સવારી કરીને મોં પર ગાંઠો મારી હતી અને પછી સેલો ટેપ લગાવી હતી.


વડોદરા હવે નગરી નહીં મગરી બની ગયું છે. સંસ્કારી નગરીમાં બે અઠવાડીયા પહેલા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયા બાદ હવે મગરો સોસાયટીઓમાં ઘુસવા લાગ્યા છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા પાસે અક્ષર વિહાર સોસાયટીમાં ગત મોડી રાત્રે મગર ઘુસી આવ્યો હતો. સોસાયટીમાં મગર ઘુસી આવતા સ્થાનિક લોકોમાં ફાફડાટ જોવા મળ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ગઈકાલે રાતે બે વાગ્યા આસપાસ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખટંબા પાસે આવેલી અક્ષર વિહાર સોસાયટીમાંથી કોલ આવ્યો હતો કે, એક મગર અમારા ઘર પાસે આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને સંસ્થાના બીજા કાર્યકરો તથા વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈને લઇને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક 5 ફૂટનો મગર સોસાયટીની અંદર ઘરના દરવાજા પાસે બેઠેલો જોવા મળ્યો હતો. આ મગરને ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, સોસાયટીમાં મગર ઘુસી આવતા સ્થાનિક લોકોમાં ફાફડાટ જોવા મળ્યો હતો. જોકે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો અને વન વિભાગની ટીમે મળી ભારે જહેમત બાદ પાંચ ફૂટના મગરને રેસ્ક્યુ કરી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પવારે જણાવ્યું હતું કે, ઢાઢર અને જામ્બુવા નદીમાંથી મગરો માઇગ્રેટ થઈને આસપાસના તળાવમાં જતા હોય છે. આ દરમિયાન મગરો સોસાયટી વિસ્તારમાં પણ આવી જતા હોય છે. ગઈકાલે રાત્રે આ જ રીતે વાઘોડિયા રોડ પરની સોસાયટીમાં મગર ઘૂસી આવ્યો હતો. જ્યાં અંધારામાં મગરને રેસ્ક્યુ કર્યો હતો.

Share :

Leave a Comments