સચિવાલયમાં ફરજ બજાવતાં કર્મચારીઓની બદલીઓ કેમ થતી નથી ?

MailVadodara.com - Why-are-there-no-transfers-of-employees-working-in-the-Secretariat

- સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓની જિલ્લા બહાર બદલીઓ થઈ શકે નહીં, પરંતુ અન્ય વિભાગોમાં થઈ શકે કે નહીં  ?


સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ની સમયાંતરે બદલીઓ થતી હોય છે. જો કે ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓની આંતરીક બદલીઓ કેમ થતી નથી એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 

સરકારી વિભાગમાં ત્રીજા વર્ગના કર્મચારીઓની બદલીઓ સમયાંતરે થતી હોય છે. સામાન્ય સંજોગોમાં ફરજના ત્રણ વર્ષ બાદ  સરકારી કર્મચારીઓની બદલીઓ થતી હોય છે. તાજેતરમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ  બજાવતા  સેક્શન અધિકારીઓ અને ડેપ્યુટી સેક્શન અધિકારીઓની બદલીઓ થઈ હતી.  આ દરમ્યાન સચિવાલય માં  મહેસુલ સહિત અન્ય વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થઈ ન હતી. સેક્શન અધિકારીઓની અન્ય જિલ્લા બહાર બદલીઓ થઈ હતી.જો કે ભરતી ના નિયમ મુજબ સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ અન્ય જિલ્લા માં થતી નથી. સરકારી કર્મચારીઓ માં આ મુદે ચર્ચા જાગી છે કે સચિવાલય માં ફરજ બજાવતા કર્મચારીઓની જિલ્લા બહાર બદલી થતી નથી. પરંતુ તેમની બદલીઓ સચિવાલયના જ અન્ય વિભાગોમાં કેમ થતી  નથી  ? ગાંધીનગર ખાતે  મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ પણ અન્ય કર્મચારીઓની જેમ અન્ય વિભાગોમાં થવી  જોઈએ. સરકારી નિયમોમાં શું કોઈ પણ કર્મચારીઓને એક જ જગ્યાએ નોકરી કરવાનું અભય વચન  અપાયું છે  ? સચિવાલય માં ફરજ બજાવતા કર્મચારીઓની અન્ય વિભાગમાં બદલીઓ થવી જોઈએ એવો ગણગણાટ કર્મચારીઓમાં ચાલી રહ્યો છે.

Share :

Leave a Comments