વડોદરામાં સફાઇની તાતી જરૂર છે ત્યારે કહેવાતા સફાઇસેવકો ક્યાં છે..? : વિશ્વામિત્રી બચાવ સમિતિ

સ્વચ્છતાના નામે ફોટો સેશન કરતા શુભચિંતકો ક્યાં ખોવાયા..?

MailVadodara.com - Where-are-the-so-called-cleaners-when-there-is-an-urgent-need-for-cleaning-in-Vadodara-Vishwamitri-Rescue-Committee

- પોતાને સ્વચ્છતાના પ્રેરણા સ્તોત્ર સાબિત કરવા દેખાડો કરી ઝાડુ પકડનારા જયારે ખરેખર જરૂર છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા..?


વડોદરામાં આવેલા વિનાશક પુરમાં સર્વત્ર તારાજીના દ્રશ્યો બાદ ગંદકીની વિકટ સમસ્યા ઉભી થઈ હતી.  શહેરની સામાજિક સંસ્થા વિશ્વામિત્રી બચાવ સમિતિએ આવા સમયે સ્વચ્છતાના નામે પ્રસિદ્ધિ મેળવવાની એક પણ તક ચુકતા નથી એવા નેતાઓ અને ઉદ્યોગપતિઓને યાદ કર્યા છે. ફોટો સેશન માટે પડા પડી કરતા કહેવાતા શહેરના શુભચિંતકો કપરા સમયે મેદાનમાં ઉતરે અને સફાઈ કરે એવી માંગ સમિતિએ કરી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિ અને વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન જણાવે છે કે હાલ વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં, તેમજ નદી જેવી કુદરતી વરસાદી ભૂખી કાંસ માં ખુબ મોટું વિનાશક પુર આવેલું જેમાં લગભગ પોણા ભાગનું વડોદરા ડૂબી ગયેલું. હરણી, સમા, છાણી અને કારેલીબાગ જેવા વિસ્તારો માં તો લોકો ના ઘરો ના સોફા, પલંગ, ગાદલા, ડાઈનીંગ ટેબલ, રેફ્રીજરેટર, વોશિંગ મશીન, ઘરઘંટી, પહેરવાના કપડા, અનાજ-કઠોળ સહીત સ્કુટર અને કાર નો સંપૂર્ણ નુકશાન થઇ ગયેલું છે. રહીશો એ પુર ના ત્રણ દિવસ રહેલા પાણી માં સડી ગયેલું અનાજ-કઠોળ, ગાદલા, કપડા, ફર્નીચર ઘર બહાર મુકેલું છે તે ઉપરાંત વિશ્વામિત્રી નદી ના પુર માં તણાઈ ને આવેલ કચરા ના પણ ઢગલા હવે ઉકરડા માં ફેરવાઈ ગયા છે. 

- શહેરમાં પુર બાદ ગંદકી દૂર કરવા ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરનારા સફાઈ સેવકોને શહેરીજનો યાદ કરે છે..!

શહેરમાં ઘણીબધી જગ્યા એ ઝાડ પડી જતા, પડ્યા પડ્યા કોહવાઈ રહ્યા છે. ગંદકી ના ઢગલા સોસાયટી અને રસ્તાઓ ઉપર પડી રહેલા છે અને અત્યંત દુર્ગંધ મારે છે. વડોદરા મહાનગરપાલિકા શહેર ના તમામ વિસ્તારો માં એકસાથે સફ્સફાઈ કરી શકે તેવી સુવિધા ધરાવતું નથી જેથી આગામી દિવસો માં રોગચાળો ફેલાય તેની પુરેપુરી શક્યતાઓ દેખાય છે.

ભારત દેશ આઝાદ થયો બાદ માં સ્વચ્છતા ને અગ્રીમતા બે લોકો એ આપી છે. સૌથી પ્રથમ રાષ્ટ્રપિતા ગાંધીજી અને બીજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. જયારે ૨૦૧૪ મા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી એ સત્તા ગ્રહણ કરેલ અને સ્વચ્છતા ને અગ્રીમ મુદ્દો બનાવી ને સ્વચ્છતા અભિયાન શરુ કરેલું. નરેન્દ્રભાઈ ની જેમાં અમે પણ સ્વચ્છતા ના આગ્રહી છીએ એવો ઢોંગ રચવામાં વડોદરા ભાજપા ના અગ્રણીઓ માં રેસ લાગેલી. વડોદરા શહેર ના કેટલાક રાજકારણીઓએ મોઘાદાટ લીનન ના શર્ટ, રેબન ના ગોગલ્સ પહેરી, કેટલીક મહિલાઓ સિલ્ક ની સાડીઓમા ફૂલ મેકઅપ સાથે સજ્જ થઇ, અત્તર નો છટકાવ સાથે મોઘીદાટ ગાડીઓ માંથી ઉતરી ને હાથ મા નવાનક્કોર ઉભા ડંડા વાળા ઝાડું પકડી ને ફોટા પડાવી ઉપર સુધી મોકલતા. એક ફોટા માં તો પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને પૂર્વ સાંસદ રંજનબેન એક જ ઝાડું નો દંડો બન્નેવ જણે સાથે પકડી ને જાણે મસાલ પકડી હોય તેમ ફોટા પડાવેલા. પૂર્વ મેયર અને પૂર્વ બેંક ઓફ બરોડા ના ડાયરેક્ટર ભરત ડાંગર, પૂર્વ મ્યુનીસીપલ ડૉ વિનોદ રાવ પણ શાશન ને ખુશ કરવા હાથમાં નવા નક્કોર ડંડા ઝાડું પકડી ને ફોટા પડાવેલા હતા અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા અકોટા દાંડીયાબજાર બ્રીજ ઉપર પાલિકા ના કર્મચારીઓ અને બેંક ઓફ બરોડા ના સ્ટાફ સાથે સફેદ યુનિફોર્મ પહેરી ને ઝાડું ડાન્સ કરેલો હતો. 


વડોદરામાં સ્વપ્રસંસા પ્રેમી પણ રાતોરાત નરેન્દ્રભાઈ ના પગલે સ્વચ્છતા ના આગ્રહી બની ને “બકો’ માસ્કોટ સાથે યુનિફોર્મ વાળા સફાઈ સેવકો વડોદરા શહેર માં મૂકી ને રોજ સફાઈ કરાવશે તેવી સ્ટાર હોટલ માં બેસી ને જાહેરાત કરેલ, હોર્ડીંગો લગાવેલા અને પોતે પણ ડંડા ઝાડું પકડી ને જાણે કચરો સાફ કરતા હોય તેવા ફોટા પડાવેલા હતા. આ બધા ઝાડું પકડી ને ફોટા પડાવનારાઓ ને રાષ્ટ્રપતિ ભવન માં બોલાવી ને સ્વચ્છતા ના એમ્બેસેડર તરીકે સન્માન પણ કરાયું હતું. સ્વચ્છતા ના સપથ તો જયારે મેયર તરીકે કેયુર રોકડિયા હતા ત્યારે ગાંધીજી ની પ્રતિમા પાસે લીધેલા હતા.


હાલ જયારે વડોદરા શહેર માં ઐતિહાસિક સીમા ઓળંગતા વિશ્વામિત્રી નદી ના પુર થી પોણા ભાગનું વડોદરા ડૂબી ગયેલ અને પુર ઉતરી જતા ખુબ ગંદકી અને ઉકરડા ના ઢગલા થયેલા છે અને આજે જયારે સ્વચ્છતા ની તાતી જરૂરિયાત છે ત્યારે હાથ માં ડંડા વાળું ઝાડું પકડી ને ફોટા પડાવતા, ઝાડું ડાંસ કરતા અને રોજ બરોજ સ્વચ્છતા ના સપથ લેતા હતા તે બધા ક્યા ખોવાઈ ગયા....? જો આ બધા સાચેજ આત્મા અને દિલ થી સ્વચ્છતા ના હિમાયતી હોય તો આજે પણ ઝાડું પકડી ને સ્વચ્છતા માં જોડાઈ જાય.

Share :

Leave a Comments