- ગોરવા પોલીસે એક્ટિવાચાલક સાથે મારામારી કરનાર 9 આરોપીઓને ઝડપ્યાં
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવતી વખતે હોર્ન શું કામ વગાડે છે? થોડી રાહ જુઓ, મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે તેવું એક્ટિવા ચાલક યુવકે કહેતા તેના પર કેટલાક શખસે હુમલો કર્યો હતો. આ મામલે સીસીટીવી ફૂટેજની મદદથી ગોરવા પોલીસે એક્ટિવાચાલક સાથે મારામારી કરનાર 9 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ ગઈકાલ શુક્રવારે રાતના અગિયાર વાગ્યાના સમયે બન્યો છે. જેમાં વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અતિથિગૃહ પાસેના પેટ્રોલ પંપ ખાતે ફરીયાદી પોતાની એક્ટિવામાં પેટ્રોલ પૂરાવવા માટે ઉભા હતા. તે વખતે પાછળથી આવેલા કોઈ અજાણ્યો શખસ પોતાની બાઇકનું હોર્ન વારંવાર વગાડતો હતો. જેથી યુવકે કહ્યું હતું કે, ભાઈ હોર્ન શું કામ વગાડે છે થોડી રાહ જુઓ મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે, તેમ કહેતા આ અજાણ્યો શખસ એકદમ ઉશ્કેરાઈ જઈને એક્ટિવા સવાર યુવકને ગમે તેમ ગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારતા તેણે તેના મિત્રને બોલાવ્યા હતા.
આ દરમિયાન આ અજાણ્યા શખસે પણ કોઈને ફોન કરી આશરે 10થી 15 જેટલા ઈસમોને બોલાવી યુવકને અને તેના મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બધા એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી એક્ટિવાચાલકને તેમજ તેના મિત્રોને ગમે તેમ ગંદી ગાળો બોલી માથાના અને મોઢાના ભાગે, છાતીના ભાગે મુક્કા વડે વારાફરતી મુઢમાર મારી ઈજા પહોંચડી હતી. બાદમાં આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનાને લઇ ગોરવા પી આઈ સહિતનો સ્ટાફ અલગ-અલગ ટીમો બનાવી, સીસીટીવી અને હ્યુમન સોર્સિસ આધારે 9 આરોપીઓને ઝડપી પાડી તેઓની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીના નામ
નિરવભાઇ જીતેન્દ્રભાઇ પરમાર (રહે.101, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહેર)
સુરજ રમેશભાઇ પરમાર (રહે.224, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહે
હિતેષ મદનભાઇ માહોર (રહે, 221, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહેર)
મોહિત રાજુભાઇ મોચી (રહે.75, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહેર)
ધ્રુવરાજ નગીનભાઇ મોચી (રહે.79, સંતોષનગર,, સુભાનપુરા, વડોદરા શહેર)
કરણ સુનિલભાઇ પવાર (રહે.93, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહેર)
ચેતન તેજસિંગ માહોર (રહે. 213, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહેર)
કુણાલ શૈલેષભાઇ પટેલ (રહે.156, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહેર)
રોહિત અશોકભાઇ ઠાકોર (રહે. 230, સંતોષનગર, સુભાનપુરા, વડોદરા શહેર)