- રેલવે દ્વારા રદ કરેલી ટ્રેનોનું રિફંડ તબક્કાવાર મુસાફરોને ચૂકવાશે
વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સંખ્યા ઓછી જણાતાં ઉનાળુ વેકેશનની સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલુ કરાયેલી 19 જોડી ટ્રેનને રદ કરવાનો નિર્ણય કરાયો છે. રેલવે દ્વારા જાણવા મળ્યા મુજબ વરસાદને કારણે મુસાફરોની સંખ્યા ઘટી હોય તેમ લાગે છે. જેને કારણે જુલાઈ- ઓગસ્ટની ટ્રેનો રદ કરાઈ છે. રદ કરેલી ટ્રેનોનું રિફંડ તબક્કાવાર મુસાફરોને ચૂકવશે. રદ કરાયેલી ટ્રેનોમાં 19 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી ચાલનારી સાપ્તાહિક ટ્રેન મુંબઈ સેન્ટ્રલ-બનારસ તેમજ બનારસ- મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે.
સાથે 17 જુલાઈથી 28 ઓગસ્ટ સુધીની રાજકોટ-મહેબૂબ નગર, 18 જુલાઈથી 29 ઓગસ્ટ સુધી મહેબૂબ નગર-રાજકોટ સ્પેશિયલ, 24 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી અમદાવાદ-પટના તેમજ પટના- અમદાવાદ, 18 જુલાઈથી 29 ઓગસ્ટ સુધી ઓખા-દિલ્હી તેમજ દિલ્હી-ઓખા રદ કરવામાં આવી છે. જ્યારે 19 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી દરભંગા-અમદાવાદ તેમજ અમદાવાદ-સમસ્તીપુર ટ્રેન રદ કરાઇ છે.
ઉધના-મેંગલોર તેમજ વાપી-ઈજ્જત નગર સાપ્તાહિક ટ્રેન તેમજ વલસાડ- દાનાપુર, વલસાડ-જમ્મુ તાવી, પટના આંબેડકર નગર સુરત સુબેદાર ગંજ, વૈષ્ણોદેવી ઇન્દોર અને ઇન્દોર-પૂને જેવી ટ્રેનનો સમાવેશ થાય છે. વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ કહ્યું કે, મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવાય છે. મુસાફરોની સંખ્યા ઘટતાં ટ્રેન ચલાવવાનો અર્થ નથી.