વેસ્ટર્ન રેલવે મજૂદર સંઘે આજે નવી પેન્શન યોજના રદ કરવાની માગ સાથે ધરણા યોજી અને રેલી કાઢી

વડોદરા સ્થિત પ્રતાપનગર ડી.આર.એમ. ઓફિસ કમ્પાઉન્ડમાં ધરણા યોજ્યાં

MailVadodara.com - Western-Railway-Majoodar-Sangh-today-staged-a-dharna-and-took-out-a-rally-demanding-cancellation-of-the-new-pension-scheme

- કર્મીઓએ કહ્યું-સરકાર કર્મચારીઓનો હક આપે, જૂની પેન્શન યોજના ફરી લાગુ કરે

- ભરૂચ, આણંદ, નડિયાદ, ગોધરા અને ડભોઇ સહિત વિવિધ સ્ટેશનોના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ દર્શાવ્યો

વડોદરા સ્થિત પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજે નવી પેન્શન યોજનાને રદ કરવાની માગ સાથે ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માગ કરી હતી.

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા નવી પેન્શન નીતિનાં વિરુદ્ધમાં આજે પ્રતાપનગર ડી.આર.એમ. ઓફિસ કમ્પાઉન્ડમાં ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ, આણંદ, નડિયાદ, ગોધરા અને ડભોઇ સહિત વિવિધ સ્ટેશનોના કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.


એન.એફ.આઈ.આર.નાં આદેશ મુજબ 21 અને 22 ડિસેમ્બરે નવી પેન્શન સ્કીમ નાબુદ કરવા હડતાળ પર જવું કે નહી તે અંગે ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 97 ટકા કર્મચારીઓએ હડતાળના પક્ષમાં મતદાન કર્યું હતું. જેને લઇને આજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 01/01/2004 પછી જે યુવાનો રેલવેમાં સર્વિસમાં જોડાયા તેમની સંખ્યા ભારતીય રેલવેમાં લગભગ 6 લાખ છે. જેમના માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાને જણાવ્યું હતું કે, આજે વડોદરા, ભાવનગર અમદાવાદ, મુંબઈ, રતલામ, સુરત, સુરેન્દ્રનગર અને ઇન્દોર સહિતના સ્થળોએ ધરણા અને રેલીનું આયોજન કર્યું છે. અમે ભારત સરકાર સમક્ષ માગ કરીએ છીએ કે, નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના ફરીથી બહાલ કરવામાં આવે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારની જવાબદારી છે કે કર્મચારી નિવૃત્ત થયા પછી તેને ગેરેન્ટેડ પેન્શન આપવામાં આવે. સરકાર આ જવાબદારીમાંથી હટી ન શકે. જેથી સરકારે નિવૃત કર્મચારીઓને તેમનો લાભ આપવો જોઈએ અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવી જોઈએ તેવી અમારી માગ છે.

Share :

Leave a Comments