વેસ્ટર્ન રેલ્વે એપ્લોઇઝ યુનિયન વડોદરા મંડલે વિવિધ માંગ સાથે રેલવે સ્ટેશન પર સુત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા પી.પી. શાખા તરફથી ધરણાં કાર્યક્રમ યોજાયો

MailVadodara.com - Western-Railway-Employees-Union-Vadodara-Mandal-staged-a-slogan-protest-at-the-railway-station-with-various-demands

- માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આ ડેમોસ્ટ્રેશન હેડ ક્વાર્ટર્સ સુધી લઇ જઈશું


વડોદરા સ્ટેશન ઉપર ગ્રુપ-ડી પી.પી. (પોઇટ્સમેન) કામ કરી રહ્યાં છે તેમનું રોસ્ટર રેલવે યુનિયનને પૂછ્યા વગર પ્રશાસન દ્વારા અચાનક બદલાવ કરી દેવામાં આવતા આજે વિરોધ નોંધવામાં આવ્યો હતો. સાથે-સાથે પી.પી. પોઈટ્સમેનની એક શિફ્ટમાં જે પાલી હોઈ છે, તેમાં 6 સિનિયર અને 2 જુનિયર રાખવામાં આવે છે તેને પણ બદલી દેવામાં આવ્યું છે. જે નવું રોસ્ટર રેલવે કર્મચારીઓ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનને મંજૂર નથી. જેને લઇને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા પી.પી. શાખા તરફથી ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ ધરણાં કાર્યક્રમ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-1 પર રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સહાયક મહામંત્રી સંતોષ પવાર, મંત્રી સંજય પવાર અને મંડલ અધ્યક્ષ એ.પી.મોર્યા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાયને લઇ જ્યાં સુધી પ્રશાસન દ્વારા કર્મચારીઓની માંગો નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


આ અંગે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયનના મંત્રી સંજય પવારે જણાવ્યું હતું કે, આજે પી. પી. પોઇંટ્સમેન માટે આ ઘરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમારા મુખ્ય મુદ્દાઓ છે કે, જે રીતે પી. પી. પોઇંટ્સમેનનું રોસ્ટર જે ચાલતું હતું, તે સંપૂર્ણ એન્ડમિનિસ્ટ્રીએ ચેન્જ કરી દીધું છે. આ સાથે જુનિયર પોઇંટ્સમેનને તેઓ દ્વારા કમ્પાઈલ કરવામાં આવી રહ્યા છે. સિનિયર પોઈન્ટમેનનું કામ જુનિયરો પાસે કરાવવામાં આવી રહ્યું છે. સાથે-સાથે અમદાવાદમાં જે 720 દિવસનો બ્લોગ લેવામાં આવ્યો છે. તેમાં ઘણા બધા પાવર બદલવામાં આવી રહ્યા છે. ઘણી બધી ગાડીઓના પણ પાવર બદલવામાં આવી રહ્યા છે. આ એક્સ્ટ્રા કામગીરી હોવા છતાં આ 13 લોકોને એડમિસ્ટ્રેશન અને RRI કે જ્યા કોઈ પોઇંટ્સમેનની જરૂર નથી ત્યાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.


વધુમાં જણાવ્યું હતું કે, જે પી. પી. પોઈન્ટમેન્ટ્સની જગ્યાઓ ખાલી છે તે પણ ભરવામાં આવતી નથી. આ તમામ મુદ્દાઓને લઇ આજે અમે ધરણા કરવામાં આવી રહ્યા છે. અમારી માંગણી એટલી જ છે કે, જે પ્રમાણે જૂનું રોસ્ટર ચાલતું હતું, તે જ પ્રમાણે જૂનું રોસ્ટર ચાલવા દેવાં આવવું જોઈએ. આજની તારીખે પી. પી. પોઇંટ્સમેનનું જ રોસ્ટર બદલવામાં આવ્યું છે. બધાનું જૂનું રોસ્ટર છે માત્ર પી. પી. પોઇંટ્સમેનનું જ રોસ્ટર બદલવામાં આવ્યું છે. માસ્ટર, જમાદાર અને પી. પી. પોઇંટ્સમેનનું એમ બધાનું એક જ રોસ્ટર હોવું જોઈએ તેવી અમારી માંગણી છે અને જે 13 લોકોનું RRI પર પોસ્ટિંગ કરવામાં આવ્યું છે, તે કેન્સલ કરવામાં આવે અને એક્સ્ટ્રા વર્કલોડ માટે બરોડા પી.પી. પર જ પરત પોસ્ટિંગ લાવવામાં આવે અને જો આ માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આ ડેમોસ્ટ્રેશન હેડ ક્વાર્ટર્સ સુધી લઇ જઈશું અને રજૂઆત કરીશું.

Share :

Leave a Comments