- આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ પણ હશે
વડોદરા પશ્ચિમ રેલવે વિભાગે મુસાફરોની સુવિધા અને તેમની માગને પહોંચી વળવા માટે ઉધના અને હિસાર અને વડોદરા અને હિસાર વચ્ચે વિશેષ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 09037 ઉધના-હિસાર સ્પેશિયલ 24 સપ્ટેમ્બર, 2024 મંગળવારના રોજ ઉધનાથી 22.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.30 કલાકે હિસાર પહોંચશે. આ ટ્રેન રૂટમાં સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, ફુલેરા, રિંગાસ, નારનૌલ, રેવાડી અને ભિવાની સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09137 વડોદરા-હિસાર સ્પેશિયલ વડોદરાથી બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024ના રોજ 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે હિસાર પહોંચશે. આ રૂટ પર ટ્રેન આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, ફુલેરા, રિંગાસ, નારનૌલ, રેવાડી અને ભિવાની સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નં. 09037 અને 09137નું બુકિંગ તા.23-09-2024 થ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઇ શકે છે.