છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને વારસિયા પોલીસે ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી પાડ્યો હતો.
શહેરમાં તથા વારસીયા પોલીસ સ્ટેશનમાં નામદાર કોર્ટમાંથી આવતા જૂના તથા ગંભીર કેસોમાં વોરંટની યોગ્ય બજવણી થાય અને કોર્ટમાં લાંબા સમયથી હાજર ન રહેતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવી હતી. જેથી પીઆઇ એ. એમ. ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફ શુક્રવારે વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન બાતમી મળી હતી કે, બોડેલી કોર્ટના ગુનાનો આરોપી નામે સુનીલ ગુરુમુખદાસ સાવલાણી (રહે. પરીવાર સ્ટોર, પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર, ધોબી તળાવ, વારસિયા, વડોદરા) છેલ્લા આશરે બે-ત્રણ વર્ષથી કોર્ટમાં મુદતે હાજર રહેતો નથી અને અવાર-નવાર ઘરના સરનામા બદલતો રહે છે તથા નાસતો ફરતો છે. જે આરોપી વિરુધ્ધ નામદાર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ થયેલ છે. જેના આધારે આ આરોપીને વારસીયા પોલીસ દ્વારા ટેકનીકલ સોર્સીસ તથા બાતમી આધારે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.