વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીનું પ્રેશર સુધારવા વોર્ડ 6, 7માં 1.57 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરાશે

ઘણા સમયથી પાણીના લો પ્રેશરના પ્રશ્નો હોવાથી લોકો હેરાનગતિ અનુભવતા હતા

MailVadodara.com - Ward-6-7-will-be-upgraded-at-a-cost-of-1-57-crores-to-improve-water-pressure-by-Vadodara-Corporation

- હાલ વોર્ડ નંબર 6માં સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાપા સુધી 1.3 કરોડના ખર્ચે પાણીની લાઈનનું અપગ્રેડેશન કરવાનું કામ ચાલુ છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનું પ્રેશર સુધારવા માટેની સમસ્યા હલ કરવા વોર્ડ નંબર 6 અને 7માં 1.57 કરોડના ખર્ચે કામગીરી કરાશે. જેમાં વોર્ડ નંબર 6માં સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાપા સુધી 1.3 કરોડના ખર્ચે પાણીની લાઈનનું અપગ્રેડેશન કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં કારેલીબાગ પાણીની ટાંકીના કમાંડ વિસ્તારમાં મંગલેશ્વર ઝાંપા તથા તેની આજુબાજુના વિસ્તારોમાં ઘણા સમયથી પાણીના લો પ્રેશરના પ્રશ્નો હોવાથી લોકો હેરાનગતિ અનુભવતા હતા. પાણી પ્રેશરથી પૂરું પાડવા માટે સલાહકારને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે સંદર્ભે નવી લાઈન નાખવા ખર્ચનો પ્રાથમિક અંદાજ રજૂ કર્યો હતો. જે મૂળ અંદાજ 80 લાખ કરતા વધુ હોવાથી છેવટે 2% ના ભાવ ઘટાડા બાદ 29.93 ટકાના વધુ ભાવથી 1.3 કરોડના ખર્ચે કામગીરી કરવા મંજૂરી અપાય હતી. આ કાર્ય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નંબર 6 અને 7માં અડાણીયા પુલથી ફતેપુરા રાણાવાસ સુધી 54.31 લાખના ખર્ચે લાઇન નાખવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ બંને કામના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. 

શહેરના ઉત્તર ઝોનમાં આ વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પાણીગેટ ટાંકી દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ વિસ્તારોમાં પણ પાણીના લો પ્રેશરની તથા ગંદા પાણીની ફરિયાદો વારંવાર આવતી હોવાથી 12 ઇંચ ડાયામીટરની લાઈન નાખવાનું કામ 38.67 ટકા વધુ ભાવે કરવા મંજૂરી અપાય હતી. આ કામગીરી કરવાની હોવાથી ખોદકામ, પાઇપલાઇન નાખવી, માટી પુરાણ વગેરે કામગીરીને લીધે રસ્તો જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સમયે સમયે આંશિક ભાગમાં હંગામી ધોરણે ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે.

Share :

Leave a Comments