- બાઇક સવાર યુ ટર્ન લઇને પાછા આવ્યા અને અછોડો તોડીને ભાગી ગયા
વડોદરામાં પત્ની સાથે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી એક તોલા વજનનો અછોડો તોડીને બાઇક સવાર લૂંટારાઓ ભાગી ગયા હતા. આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. પંરતુ, અછોડા તોડ લૂંટારાઓ પકડાયા નહતા.
શહેરના વાઘોડિયા રોડ પર મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધાના સોનાની ચેઈન તોડીને 2 ગઠીયા તોડીને જતા રહ્યા હતા. વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલા નટરાજ નગરમાં રહેતા હંસાબહેન પટેલ તેમના પતિ સાથે સોમવારે સાંજે સાડા 6 વાગ્યાના અરસામાં નજીકમાં આવેલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને ત્યાંથી પરત આવી રહ્યા હતા. તેઓ જ્યારે સોસાયટીના નાકે પહોંચ્યા ત્યારે સોસાયટીની અંદરથી 2 યુવક એક બાઈક પર આવ્યા હતા અને બાઈકની પાછળ બેઠેલો યુવક વૃદ્ધાએ પહેરેલી સવા તોલાની સોનાની ચેઈન તોડીને ફરાર થઈ ગયા હતા.
વૃદ્ધાએ બૂમો પાડતા સોસાયટીના આસપાસના લોકો આવી ગયા હતા. વૃદ્ધાનો દીકરો આવી જતા દંપતીએ ઘટના જણાવી હતી, જેથી તેઓ પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા અનુસાર બાઈકની પાછળ બેઠેલા યુવકે મરુન રંગની ટીશર્ટ પહેરી હતી. આ બાબતે તેમના પુત્ર કિરણે જણાવ્યું હતું કે, ગઠીયાઓ લગભગ ઘણા દિવસોથી વોચ રાખી રહ્યા હતા અને કાલે તેઓ મંદિરથી પીછો કરી રહ્યા હતા. તેઓ પહેલા સોસાયટીમાં ગયા હતા અને અંદર થઈને યુટર્ન મારીને પરત આવીને મારી માતાએ પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા છે જેમાં તેઓને બાઈક સવાર અને તેની પાછળ બેઠેલા યુવકના મોઢા દેખાય છે.
કિરણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા કુટુંબમાં જ એક બહેન છે, 5 મહિના પહેલા તે સવારે મોર્નિંગ વોક પર નિકળ્યા હતા. ત્યારે તેઓની સોનાની ચેઈન તૂટી હતી. 5 મહિના બાદ મારી માતાની સોનીની ચેઈન તૂટી છે.