વુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખાલી આવાસો ફાળવવા ફોર્મ વિતરણ શરૂ

EWS-1, EWS-2 ટાઈપના ખાલી પડેલા આવાસોના અરજીફોર્મ બહાર પાડવામાં આવ્યા

MailVadodara.com - Vuda-has-started-distribution-of-forms-to-allot-vacant-flats-under-Pradhan-Mantri-Awas-Yojana

- ફોર્મ ભરવા તથા આવાસના ડ્રો માટે વુડા દ્વારા કોઈ ત્રાહિત વ્યક્તિ/એજન્ટની નિમણુક કરેલ નથી જે બાબતનું ખાસ ધ્યાન રાખવા જણાવાયું

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 અને EWS-2 ટાઈપના ખાલી 104 આવાસો ફાળવવા અંગે ફોર્મ વિતરણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે વુડાએ મકાન ફોર્મ વિતરણ માટે કોઈ એજન્ટની નિમણૂક કરવામાં આવી નથી જેનું ધ્યાન રાખવા લોકોને જણાવ્યું છે.

વડોદરા શહેરના શહેરીજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 અનેEWS-2 ટાઈપના જુદી-જુદી યોજનાના સેવાસી, ભાયલી, ખાનપુર-અંકોડિયા વિસ્તારોમાં ખાલી પડેલ આવાસોના અરજીફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. અરજીફોર્મ મેળવવા વડોદરા શહેરની ઉપર જણાવેલ યોજના વાઈઝ લાગુ પડતી બેંકોની કોઈ પણ શાખામાંથી કામકાજના દિવસોમાં સવારના 10 થી બપોરે 3 વાગ્યા સુધી અરજીફોર્મ મળી શકશે. અરજીફોર્મનું વિતરણ થયા પછી કોરું ફોર્મ પરત સ્વીકારવામાં આવશે નહીં કે તેની રકમ પરત આપવામાં આવશે નહીં. અરજીફોર્મ બેંકમાંથી મેળવવાની તારીખ 01/01/2025 થી 20/01/2025 સુધી. અરજીફોર્મ બેંકમાં પરત જમા કરાવવાની છેલ્લી તારીખ 20-01-2025. અરજીફોર્મ સાથે રજુ કરવાના પુરાવા સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, જાતિનો દાખલો, શારિરીક ખોડ-ખાંપણ ધરાવતો દાખલો, ડીપોઝીટની રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટ, રહેણાંક પુરવા, ફોટો, ઓળખપત્રની પ્રમાણીત નકલ, પતિ અને પત્નીના આઘારકાર્ડની નકલ ફરજીયાત, ચુંટણીકાર્ડ, અરજીફોર્મમાં જોડેલ સ્વપ્રમાણિત સોગંદનામું. અઘુરુ અરજીફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેમજ સંપૂર્ણ ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા તથા ડીપોઝીટ રકમ સહ ઉપર જણાવેલ યોજના વાઈઝ લાગુ પડતી બેંકોની કોઈ પણ શાખામાં કામકાજના દિવસોમાં સવારના 10 થી બપોરે 3 કલાક સુધી જમા કરાવવાનું રહેશે. ડીપોઝીટની રકમ EWS-1 માટે 7,500 અને EWSના માટે 15,000 જે અલગ-અલગ યોજનાના નામ સાથે ડીપોઝીટના કોલમમાં જણાવેલ નામનોજ DD આપવાનો રહેશે. ફોર્મ ભરવા તથા આવાસના ડ્રો માટે વુડા દ્વારા કોઈ ત્રાહિત વ્યક્તિ/એજન્ટની નિમણુક કરેલ નથી જે બાબતનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.

Share :

Leave a Comments