વિશ્વામિત્રી બચાવ સમિતિની કમિશનરને પત્ર લખી તલસ્પર્શી તપાસની માંગ

નવલખીના અપમૃત્યુના બનાવમાં

MailVadodara.com - Vishwamitri-Bhacha-Samiti-wrote-to-the-Commissioner-demanding-a-thorough-investigation

- મૃતક વ્યક્તિ વાયર સાથે લાકડાના માચડે જાતે ચઢ્યો કે કોઈના કહેવા પર ચઢ્યો..?

વડોદરા શહેરના નવલખી ગરબા ગ્રાઉન્ડ ના લાકડાના માચડા ઉપર લટકતા મળી આવેલા મૃત યુવકના મોત અંગે સવાલો ઉઠી રહ્યા છે. વિશ્વામિત્રી બચાવ સમિતિ એ પોલીસ કમિશનરને પત્ર લખી યુવકના મોતની તલસ્પર્શી તપાસની માંગ કરી છે.


શહેરના નવલખી મેદાનમાં યોજાઈ રહેલા વૈભવી ગરબાના સ્થળે બે દીવસ અગાઉ મળસ્કે એક યુવકની લાશ લાઈટના માચડે લટકતી મળી આવી હતી. બનાવ બાદ યુવક ની ઓળખ થઈ ણ હતી. પોલીસ જુદા જુદા પાસા પર તપાસ કરી રહી છે. જો કે પ્રાથમિક તપાસના અંતે યુવકે ગળે ફાંસો ખાધો હોવાનું તારણ નીકળી રહ્યું હતું. વિશ્વામિત્રી બચાવ સમિતિના એડવોકેટ શૈલેષ અમીન,પ્રમુખ કિશોર શર્મા, સંજય વાઘેલા અને સન્ની વાઘેલા સહિત અન્ય સભ્યોએ પોલીસ કમિશનર ને પત્ર લખ્યો છે જેમાં એમણે જણાવ્યું છે કે નવલખી મેદાનમાં બનેલા અપમૃત્યુના બનાવમાં ઉંડાણ પુર્વક તપાસ કરવામાં આવે. કોઈ વ્યકિત જાહેરમાં ખુલ્લા મેદાન ૨૦ લાકડાના માચડા પર ચઢી ગયો ત્યાં સુધી કોઈ ને ખબર કેમ ના પડી ? આ બનાવ ગરબા ચાલુ હતા ત્યારે બન્યો કે ત્યારબાદ બન્યો? આ વ્યક્તિ જાતે ચઢ્યો હતો કે કોઈ એ એને ઉપર ચઢવા મજબુર કર્યો ? ઇલેક્ટ્રિકના વાયરો મળસ્કે ઉપર લઈને જવાની જરૂર કેમ પડી ? શું એ કોઈના કહેવા પર ચઢ્યો હતો ? બનાવના સ્થળે આયોજકોએ સીસીટીવી લગાવ્યા હતા કે નહીં ? સિક્યોરિટી ગાર્ડ હતા કે નહીં ? બનાવની તપાસમાં ફોરેન્સિક વિભાગની પણ મદદ લેવી જોઈએ. બનાવ સ્થળ ખાનગી માલિકીનું છે અને આ સ્થળ ગુન્હેગારો માટે જાણે સ્વર્ગ બની ગયું હોય એમ અહીં નાના મોટા ગુન્હા બનતા આવેલા છે. આ બનાવ પણ અનેક શંકાઓ ઉપજાવે છે ત્યારે સમગ્ર બનાવની તપાસમાં ભીનું સંકેલવામાં ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. આમ વિશ્વામિત્રી બચાવ સમિતિએ પોલીસ કમિશનરને પત્ર લખી તલસ્પર્શી તપાસની માંગ કરી છે.

Share :

Leave a Comments