વિશ્વામિત્રી બચાવ સમિતિએ બહુચરાજી સ્મશાન ખાતે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી

શહેરના સૌથી મોટા સ્મશાનમાં પાર્કિંગ નથી...

MailVadodara.com - Vishwamitri-Bacha-Samiti-demanded-proper-arrangement-of-parking-at-Bahucharaji-Crematorium

વિશ્વામિત્રી બચાવો સમિતિ ના સંજય વાઘેલા આ સાથે જણાવીએ છીએ કે વડોદરા શહેરમાં આવેલ તમામ સ્મશાનો પૈકી શહેરના સૌથી જૂના, શહેરની મધ્યમાં આવેલા અને નગરજનો ને સૌથી વધુ ઉપયોગમાં આવતા બહુચરાજી સ્થીત ખાસવાડી સ્મશાન છે જ્યાં મહત્તમ નાગરિકો પોતાના સ્વજનની અંતિમવિધિ માટે આવતા હોય છે.


હાલમાં ખાસવાડી સ્મશાન નું નવીનીકરણ નું કામ કરવામાં આવી રહ્યું છે જે ખુબ સારી વાત છે પણ સાથે સાથે દુઃખની વાત એ છે કે, ખાસવાડી સ્મશાન માં પોતાના સ્વજન ની અંતિમક્રિયા કરવા આવતા લોકો માટે કોઈ પાર્કિંગ ની સુવિધા જ નથી અને સ્મશાન ની બહાર સામેની જગ્યાએ જ્યાં સ્મશાનમાં આવતા લોકો પોતાના વાહનોપાર્ક કરતાં હોય છે ત્યાં જ છેલ્લા ઘણા મહિનાઓથી કોર્પોરેશન દ્વારા ગત વર્ષ ચોમાસામાં પડી ગયેલ તોતિંગ વૃક્ષ ના કાપેલા થડ અને લાકડા પાલિકા દ્વારા મુકી દેવામાં આવ્યા છે જેથી ત્યાં પારાવાર ગંદકી ઊભી થયેલી છે ઉપરાંત એજ જગ્યા પાસે તુટેલા મકાન નો કાટમાળ પણ ઠાલવી મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે, સાથેસાથે આ ભાગ નીચાણ વાળો હોવાથી હાલ વરસાદનું પાણી પણ કાયમી ભરાયેલું રહેતું હોવાથી ઉકરડા ઉભા થયેલા છે. આમ તો હાલ વડોદરા માં કોલેરા ની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે આવા ઉભા થયેલા ઉકરડા નગરજનો માટે ખુબ જોખમી છે.  જ્યાં દુઃખી હ્રદયે પોતાના સ્વજનને અંતિમવિદાય આપવા આવેલા લોકો, આવી ગંદકી અનુભવી વધુ દુઃખી કરાય છે ઉપરાંત આ રસ્તે અવરજવર કરતા લોકો પણ મુશ્કેલી વેઠે છે અને ઉકરડા ને કારણે ગંદી વાસ ના કારણે મોઢે રૂમાલ મૂકી દે છે.


આજના જમાના માં અંતિમયાત્રા શબવાહિની સાથે કરાતી હોવાથી સાથે આવેલા સ્વજનો, સ્નેહીઓ અને મિત્રમંડળના વાહનો મોટા પ્રમાણ માં હોય છે અને ખાસવાડી સ્મશાન માં પાર્કિંગ ની વ્યવસ્થા નહિ હોવાથી બહાર ઉકરડા પાસે પાર્કિંગ કરવાની જગ્યા માં પારાવાર ગંદકી હોવાથી, પોતાનું વાહન સલામત મૂકવા માટે મુઝવણ અનુભવે છે અને આખરે ગંદકીના ઢગલા પર મૂકવું પડે છે.   વધુ માં ખાસવાડી સ્મશાન ના ઝાંપા પાસે પણ ગંદકી ના ઢગલા હોવાથી ભારે હૈયે આવેલા મૃતકના સ્વજનો એ શબવાહિની પણ ગંદકી માં ઉભી રાખી, નીચે રોડ પર પાર્થિવ દેહ મૂકી આખરી વિધિ કરવી પડે છે. આ સાથે અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ખાસવાડી સ્મશાન પાસે જે ગંદકી, બાંધકામનો કાટમાળ અને કપાયેલા ઝાડ ના થડ અને લાકડા પડ્યા છે તે ત્યાંથી હટાવી, વરસાદી પાણી ભરાય નહિ તેવું યોગ્ય પુરાણ કરી, પેવર બ્લોક લગાવી ભારે હૃદયે સ્વજનની અંતિમવિધિ કરવા આવેલા ને સ્વરછ અને સુગમ પાર્કિંગ વ્યવસ્થા કરી આપશો.


Share :

Leave a Comments