પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા વિરાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

CMO ઓફિસની ખોટી ઓળખાણ આપનાર અને..

MailVadodara.com - Viraj-who-escaped-from-police-custody-was-caught-by-the-crime-branch

વડોદરાની કોર્ટમાં જાપ્તાની પોલીસની નજર ચૂકવીને ફરાર થઇ ગયેલો CMO ઓફિસના અધિકારીની ખોટી ઓળખ આપનાર અને મોડલ ઉપર દુષ્કર્મ આચરનાર વિરાજ પટેલની શહેર ક્રાઇમ બ્રાંચે આસામ-મિઝોરમની બોર્ડર ઉપરથી ઝડપી પાડ્યો છે. કોર્ટમાંથી ભાગતા પૂર્વે વડોદરા જેલમાં તેની કરેલી વાતચીત ઉપરથી ક્રાઇમ બ્રાંચે કડી મેળવીને તેનો પીછો શરૂ કર્યો હતો.

ગાંધીનગરના સરગાસણ ગામનો રહેવાસી વિરાજ અશ્વિનભાઇ પટેલ છેલ્લા કેટલાંક સમયથી પોતાને CMO ઓફિસના અધિકારીની ઓળખ આપતો હતો. અને CMO ઓફિસના અધિકારીનું ખોટું આઇકાર્ડ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેમાં તેને મુંબઇની એક મોડેલને પોતાની જાળમાં ફસાવી હતી. આ મોડેલ મહિલાને તેને ગુજરાતની ગીફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી તેમજ લગ્ન કરવાની અને ફ્લેટ અપાવવાની લાલચી આપી મહાઠગ વિરાજ પટેલે મોડલના એ.ટી.એમ, કાર્ડ ચોરી લીધા લીધા હતા અને મોડેલની જાણ બહાર તેના એકાઉન્ટમાંથી રૂપિયા 90,000 રકમ ઉપાડી લીધી હતી. મોડેલ મહિલાએ આ અંગે વિરાજને વાત કરતા વિરાજે તેને પોતે CMO ઓફિસના અધિકારી હોવાનું જણાવી, ધમકીઓ આપી અવાર-નવાર દુષ્કર્મ દુષ્કર્મ આચર્યું હતું.


આ મામલે મહિલાએ મહાઠગ વિરાજ પટેલ સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ગોત્રી પોલીસે વિરાજ પટેલની ધરપકડ કરી હતી. અને તેને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ વડોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો. તા. 10 નવેમ્બર, 2023ના રોજ વિરાજ પટેલને જાપ્તા હેઠળ વડોદરા સેસન્સ કોર્ટમાં દુષ્કર્મ કેસમાં મુદતમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાંથી તે પોલીસની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો. વિરાજ ફરાર થઇ ગયા બાદ નિષ્કાળજી દાખવવા બદલ જાપ્તાના પી.એસ.આઇ. સહિત બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કોર્ટમાંથી ગંભીર ગુનાનો આરોપી વિરાજ પટેલ ફરાર થઇ જતાં શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલૌત અને અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાની સુચના અને ડી.સી.પી. યુવરાજસિંહ જાડેજા તેમજ એ.સી.પી. એચ.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે જેલમાંથી તપાસનો દોર શરૂ કર્યો હતો અને જેલમાંથીજ પોલીસને કડી મળી હતી.



આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયેલા આરોપી વિરાજ પટેલ અંગે ડી.સી.પી. યુવરાજસિંહ જાડેજાએ માહિતી આપતા આપતા જણાવ્યું હતું કે, કોર્ટમાંથી ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાંચ અને ગોત્રી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપી સુધી પહોંચવા માટે આરોપી વિરાજ જેલમાં હતો ત્યારે તેને સરકારી ફોનથી કંઇ-કંઇ વ્યક્તિ સાથે વાતચિત કરી હતી. તેની માહિતી મેળવી હતી. તે સાથે વડોદરા-અમદાવાદના 500 સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ઉપરાંત ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં આરોપી વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી પહોંચ્યા બાદ છત્તીસગઢ, બિહાર, આસામ, ત્રિપુરા જઇ દેશના પૂર્વાંચલના આસામ અને મીઝોરમ તેમજ ગુજરાતમાં આશ્રય લેતો હતો. વિરાજ દેશ છોડી વિદેશમાં ભાગી જવાની ફિરાકમાં હતો. વડોદરાથી ભાગી છૂટ્યા બાદ 7000 કિલો મીટરફર્યો હતો.


ડી.સી.પી. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, વિરાજ પટેલ વિદેશ ભાગી જાય તે પહેલાં તેનો પીછો કરી રહેલી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. આર.એન. બારૈયા, પી.એસ.આઇ. પી.એમ. ધાખડા હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ, કિશોરસિંહ તથા સ્ટાફ આસામ-મિઝોરમ ખાતે પહોંચી ગઇ હતી. અને વોચ ગોઠવી દીધી હતી. અને આસામ-મિઝોરમની બોર્ડર ઉપરથી વિરાજ પટેલને દબોચી લીધો હતો.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી વિરાજ પટેલ એક વર્ષ પહેલાં અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં અને ચાંદખેડા તેમજ બોપલ પોલીસ મથકમાં ઠગાઇના ગુનામાં ઝડપાયો હતો. તેની સામે પાસા પણ કરવામાં આવી હતી. તે બાદ તે વડોદરામાં રહેવા માટે આવી ગચો હતો. આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયેલા વિરાજ પટેલની વધુ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

Share :

Leave a Comments