વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજ રોજ વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધીના દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેવી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે એસીપી સહિત વાડી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને છ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી દબાણ શાખા સાથે કેટલાક વેપારીઓનું ઘર્ષણ પણ થયું હોવાનું જણવા મળ્યું હતું.