વડોદરાના મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટવાતાં મુશ્કેલીમાં મૂકાયા, રામધૂન કરી રોષ ઠાલવ્યો

અવારનવાર ટાઇમ બદલવા છતાં પ્લેન ઉડાન ન ભરતા મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો

MailVadodara.com - Vadodara-passengers-get-stuck-at-Delhi-airport-in-trouble-raise-fury

- ઓથોરિટીએ ઉદ્ધતાયભર્યું વર્તન કરી રહ્યા હોવાનો મુસાફરોનો આક્ષેપ

- માતાના અંતિમ સંસ્કારમાં નહીં પહોંચી શકે તેવી શક્યતા જણાતા શિકાગોના મુસાફર રડી પડ્યા, એરપોર્ટ ઓથોરીટી સામે રોષ ઠાલવ્યો


વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાઇ પડતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટમાં બેસી રામધૂન કરી હતી. શિકાગોથી માતાના અંતિમ સંસ્કાર માટે નીકળેલા મુસાફર સમયસર પહોંચી ન શકતા રડી પડ્યા હતા. વિઝીબિલીટીનું કારણ આપનાર એરપોર્ટ ઓથોરિટીના જવાબ સામે મુસાફરોએ જણાવ્યું કે, જો ઇન્ડિગોનું પ્લેન લેન્ડ થઈ શકતું હોય તો એર ઇન્ડિયાનું પ્લેન કેમ લેન્ડ ન થઈ શકે? મુસાફરોએ ઓથોરિટીએ સંતોષકારક જવાબ આપવાના બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે, દેશ-વિદેશથી વડોદરા આવવા માટે દિલ્હી એરપોર્ટ ઉપર આવેલા 120 મુસાફરો સમયસર ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન ઉડાન ન ભરતા અટવાય પડ્યા હતા. ઇન્ડિયન એરલાઇન્સ પ્લેન A/823નો ઉડાન ભરવાનો સમય વહેલી સવારનો 4.35 વાગ્યાનો હતો. પરંતુ, એરપોર્ટ ઓથોરિટીએ વિઝિબિલિટીનું કારણ આપી સવારે 7.50નો ટાઇમ સવારે 7.35 જાહેર કર્યો હતો. જે બાદ સવારે 9-10નો ટાઇમ આપ્યો હતો. અવારનવાર ટાઇમ બદલવા છતાં પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.


દિલ્હી એરપોર્ટ ઉપરથી ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન A/ 823 સમયસર ઉડાન ન ભરતા રોષે ભરાયેલા વડોદરાના 120 મુસાફરોએ ઇન્ડિયન એરલાઇન્સ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મુસાફરોએ એરપોર્ટમાં જ બેસી જઈ રામધૂન કરી ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો. મુસાફરોએ હોબાળો મચાવતા ઓથોરિટીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મુસાફરોને વિઝિબિલિટી તેમજ પાઇલોટ ન હોવા જેવા વાહિયાત કારણો આપી સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

રોષે ભરાયેલા મુસાફરો પૈકી એક મુસાફરે જણાવ્યું હતું કે, અમે વડોદરાના 120 મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાય ગયા છીએ. એરપોર્ટ ઓથોરીટી વિઝિબિલિટીનું કારણ આપી રહી છે. પરંતુ, જો ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડ કરી શકતી હોય તો ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન કેમ ભરી ન શકે? તેવા સવાલ ઉઠાવ્યા હતા. ઇન્ડિયન એરલાઇન્સના અંધેર વહીવટના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે.


મુસાફરોએ એમ પણ જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટીને એ ખબર નથી પડતી કે, 120 મુસાફરો પૈકી કેટલાંક મુસાફરો કયાં કામ માટે જઇ રહ્યા છે. શિકાગોથી આવેલા એક મુસાફર માતાની અંતિમ ક્રિયામાં જવા માટે નીકળ્યા હતા. પરંતુ, તે સમયસર પહોંચી શક્યા નથી. શિકાગોથી આવેલા મુસાફર માતાના અંતિમ સંસ્કારમાં પહોંચી શકે તેવી શક્યતા ન જણાતા રડી પડ્યા હતા. શિકાગોના મુસાફરે પણ ઇન્ડિયન એરપોર્ટ ઓથોરીટી સામે રોષ ઠાલવ્યો હતો. તો એક મુસાફર મેડિકલ સારવાર માટે આવવા માટે નીકળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા પણ દિલ્હીથી વડોદરા આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટનો પાઈલોટ ડ્યુટી અવર્સ પૂરા થઈ ગયા છે, તેમ કહીને ફ્લાઇટને પરત લઈ જવા માટે ના પાડી દેતા મુસાફરો અટવાઈ ગયા હતા અને વડોદરા એરપોર્ટ પર પણ હોબાળો થયો હતો.

Share :

Leave a Comments