વડોદરા જિલ્લામાં જુદા-જુદા કારણોસર ધા.12 સુધીનું શિક્ષણ પૂરું ન કરી શકનાર વિદ્યાર્થીઓનો સરવે કરાશે

6થી 19 વર્ષ સુધીના બાળકોના સરવેની કામગીરી 11 એપ્રિલથી 17 મે સુધી કરાશે

MailVadodara.com - Vadodara-district-the-students-who-could-not-complete-their-education-up-to-Class-12-due-to-various-reasons-will-be-surveyed

વડોદરા જિલ્લામાં ધોરણ 1 થી 12નું શિક્ષણ પૂર્ણ ન કરનાર શાળા બહારના 6 થી 19 વર્ષની વયજૂથના બાળકોના સર્વેની કામગીરી હાથ ધરાશે. સમગ્ર શિક્ષા વડોદરા જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું છે કે રાઈટ ટુ એજ્યુકેશન, એક્ટ 2009ની જોગવાઈ મુજબ 6 થી 19 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જેથી જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલ 6 થી 19 વર્ષની વયજૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ 1 થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સંપર્ક કરી મદદરૂપ બનવા અનુરોધ કર્યો છે આવ્યો છે. 6 થી 19 વર્ષ સુધીના શાળા બહારના બાળકો ના સર્વ અંગેની કામગીરી તા.11 એપ્રિલ થી તા.17 મે સુધી કરાશે.

આ કામગીરી સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા અન્ય વિભાગના સહયોગથી કરવાની હોય છે. તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ કે જ્યાં સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેકટરી વિસ્તાર, વર્ક સાઈટ કે જ્યાં રખડતા, ભટકતા, ચાની કિટલી પર કામ કરતા બાળકો જોવા મળે તો આ બાળકોને નજીકની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાણ કરી બાળકોનાં શિક્ષણમાં સહભાગી બનવા જણાવ્યું છે.

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલમાં ઘર બેઠા ધો-9 થી 12નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત, આ સ્કુલમાં કદી શાળાએ ન ગયેલા હોઈ તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધા હોય તેવા તમામ જોડાઈ શકશે. આ માટે નજીકની કોઈ પણ માધ્યમિક શાળામાં જઈ રજીસ્ટ્રેશન નિઃશુલ્ક કરાવી શકે છે. જ્યાં આને લગતી સમગ્ર માહિતી આપવામાં આવશે.

Share :

Leave a Comments