વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે વિપક્ષના સૂચનો બજેટ મિટિંગમાં લેવા રજૂઆત

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા.24ને સોમવાર રોજ મળનાર છે

MailVadodara.com - Vadodara-Zilla-Panchayat-General-Assembly-to-take-suggestions-of-the-opposition-in-the-budget-meeting

- વિપક્ષે દ્વારા જિલ્લાની આંગણવાડી અને સ્કૂલો જર્જરિત છે, વરસાદી કાંસોની સફાઈ થવી જોઈએ જેવા કેટલાક સૂચનો જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યા

- સૂચનો નહીં સ્વીકારાય તો વિપક્ષની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી!!

વડોદરા જિલ્લા પંચાયતની આગામી તારીખ 24ને સોમવાર રોજ સામાન્ય સભા મળવાની છે. જેમાં વર્ષ 2024-25નું રિવાઇઝ બજેટ અને વર્ષ 2025-26ના રેગ્યુલર બજેટમાં વિવિધ કામો માટે ખર્ચની જોગવાઈ કરવા અંગે આજે વિપક્ષ દ્વારા કેટલાક સૂચનો જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યા છે અને તેનો અમલ આ બજેટમાં કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે, આગામી સોમવારના રોજ વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જઈ રહી છે. બજેટની ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં અમારા કેટલાક વિરોધ પક્ષના સભ્યના કેટલાક સૂચનો છે. જેમાં ખાસ કરીને જિલ્લા પંચાયતમાં અવનવા પ્રશ્નો પૂછે છે જેમાં જિલ્લાની કેટલીક આંગણવાડીઓ અને સ્કૂલો જર્જરિત છે, આ ઉપરાંત કેટલીક ગ્રામ પંચાયતો પણ જર્જરિત છે. આ ઉપરાંત મોટાભાગની બિલ્ડિંગો પણ જર્જરિત છે જેની મરામત માટે કોઈ રકમ ફાળવવામાં આવી નથી.

વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે વડોદરા જિલ્લામાં ખેડૂત સમાજ છે તેવા ખેડૂતો માટે એકપણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. સાથે નાના વેપારીઓ માટે પણ ફાળવવામાં આવ્યા નથી. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી માટે પણ એકપણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી.

વધુમાં કહ્યું કે, વડોદરા જિલ્લામાં આવેલ વરસાદી કાંસોની સફાઈ થવી જોઈએ જે છેલ્લા ચાર વર્ષમાં એકપણ વાર સફાઈ થતી નથી. જેના કારણે વરસાદના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતાં વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી. એટલા માટે અમારી ખાસ રજૂઆત છે કે, કાંસોની સફાઈ થવી જોઈએ. મહિલાને બાળકો માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. એટલે જિલ્લા પંચાયતના સત્તાધીશો જિલ્લા પંચાયતના દરેક સભ્ય અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય આ બજેટ તૈયાર કર્યું છે.

જેથી અમે અમારા સ્ટોર જેટલા સૂચનો જિલ્લા વિકાસ અધિકારીને આપ્યા છે અને આગામી સામાન્ય સભામાં આ બજેટમાં અમારા સૂચનો આપવામાં આવશે તો તમામ જિલ્લાના નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે અને 646 ગામ સુધી સારો વિકાસ થઈ શકશે અને જો આ સૂચનો નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

Share :

Leave a Comments