વડોદરાના ટેટૂ આર્ટિસ્ટે સતત 91 કલાક સુધી ટેટૂ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યો

સૌથી વધુ કલાક સુધી ટેટૂ બનાવવાનો રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટ ડેનિસના નામે હતો

MailVadodara.com - Vadodara-Tattoo-Artist-Creates-Guinness-Book-Of-World-Records-By-Tattooing-For-91-Hours-Continuously

- ઇશાન રાણાએ 91 કલાક સુધી 64થી વધુ લોકોને 74 ટેટૂ બનાવી આપ્યા, 91 કલાક ઇશાન ઉંઘ્યો ન્હોતો, તે માત્ર દર 4 કલાકે 20 મિનિટનો બ્રેક લેતો હતો


વડોદરા શહેરના ટેટૂ આર્ટિસ્ટ ઇશાન રાણાએ સતત 91 કલાક સુધી ટેટૂ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા આ રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટના નામે હતો.


વડોદરાના ટેટૂ આર્ટિસ્ટ ઇશાન બિપિનભાઇ રાણા ટેટૂ આર્ટિસ્ટ છે અને તેઓને ટેટૂના ક્ષેત્રમાં જ કંઇક એવો મુકામ હાસંલ કરવો હતો. જે યાદગાર રહી જાય. જેથી ઇશાન રાણાએ સૌથી વધુ કલાક સુધી ટેટૂ બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કરવાનો નિર્ધાર બનાવ્યો હતો. જેમાં ઇશાને સતત 91 કલાક સુધી 64થી વધુ લોકોને 74 ટેટૂ બનાવી આપ્યા હતા. 91 કલાક દરમિયાન ઇશાન ઉંઘ્યો ન્હોતો. તે માત્ર દર 4 કલાકે 20 મિનિટનો બ્રેક લેતો હતો.


ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર ટેટૂ આર્ટિસ્ટ ઇશાન રાણાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 14 વર્ષથી ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યો છું. સૌથી વધુ કલાક સુધી ટેટૂ બનાવવાનો રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટ ડેનિસના નામે હતો. તેણે સતત 65 કલાક સુધી ટેટૂ બનાવ્યા હતા. ત્યારે આ રેકોર્ડનો બ્રેક કરવા માટે હું છેલ્લા એક વર્ષથી મહેનત કરી રહ્યા હતો. આ માટે મેં ઉંઘ ઓછા કલાક લેવાની શરૂ કરી હતી, જેથી રેકોર્ડ એટેમ્પ્ટ કરવાનો આવે ત્યારે ઓછી મુશ્કેલી પડે. મેં 3 માર્ચ બપોરે સાડા ત્રણ વાગ્યે ટેટૂ બનાવવાનું શરુ કર્યું હતું અને સતત 91 કલાક એટલે કે 7 માર્ચ સવારે સવા અગિયાર વાગ્યા સુધી 64 લોકોને 74 ટેટૂ બનાવી આપ્યા.

આ દરમિયાન વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ ટેટૂ બનાવડાવ્યું હતું. તેમજ મિત્રો સહિતના લોકોએ શિવભક્તિ કરતા દશાનંદ રાવણ, એમ.એસ.યુનિવર્સિટીના ગુંબજ, શરીરના સાત ચક્રો, બયરફ્લાય સહિતના ટેટૂ બનાવડાવ્યા હતા.


Share :

Leave a Comments