વડોદરા એસઓજી પોલીસે ​​​​​સનફાર્મા રોડ પરના જનરલ સ્ટોરમાંથી હેલ્થ વોર્નિંગ વગરની ઇ-સિગારેટ જપ્ત કરી

ઇ-સિગારેટના વપરાશને અટકાવવા માટે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન

MailVadodara.com - Vadodara-SOG-Police-seized-e-cigarettes-without-health-warnings-from-a-general-store-on-Sunpharma-Road

પોલીસે 53,500 રૂપિયાની કિંમતની  ઇ-સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ જપ્ત કરી દુકાન માલિક સામે ગુનો નોંધ્યોનવરાત્રિ તહેવારમાં ઇ-સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના વપરાશ ન થાય તે હેતુથી વડોદરા પોલીસ દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ઇ-સિગારેટ અને હેલ્થ વોર્નિગ વગરની વિદેશી સિગારેટના વેચાણ કરતા દુકાનદાર સામે વડોદરા SOG પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે દુકાન માલિક પાસેથી 53,500 રૂપિયાની કિંમતની ઇ-સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ જપ્ત કરી છે અને દુકાન માલિક સામે ગુનો નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરને નશામુકત કરવા સારૂ હાલમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા સી.આઇ.ડી.ક્રાઇમ દ્વારા ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ એકટ તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ તથા ગેરકાયદેસર ઇ-સિગારેટના વપરાશને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે ડ્રાઇવને લઈને નવરાત્રિના તહેવારમાં વડોદરા શહેરમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ-હુક્કાનુ વેચાણ કરતા છૂટક તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમનની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.


જેને પગલે વડોદરા SOG પીઆઈ એસ.ડી. રાતડાએ SOGની જુદી-જુદી ટીમો બનાવી હાલમાં ચાલતા નવરાત્રિના તહેવાર અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા અને ટોબેકો પ્રોડક્ટસના વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, હેલ્થ વોર્નિગ વિનાની સીગારેટ, તથા ઈ- હુક્કાનુ વેચાણ કરતા છૂટક તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેના આધારે SOGના ASI જયેન્દ્રસિંહ ભીમસિંહને બાતમીદાર રાહે બાતમી મળી હતી કે, સનફાર્મા રોડ મુન્સી સ્કૂલની બાજુમાં સામ્યા ફ્લેટમાં આવેલ દુકાન નં. 2 મુસ્કાન જનરલ સ્ટોરના માલિક ફારૂક હબીબભાઇ મેમણ, (રહે. મહાબલિપુરમ, તાંદલજા રોડ, વડોદરા) દુકાનમાં હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ તેમજ બિન અધિકૃત ઇ-સિગારેટની બનાવટોનું વેચાણ કરે છે. જેના આધારે સનફાર્મા રોડ પર આવેલ મુસ્કાન જનરલ સ્ટોરમાં SOGની ટીમે ચેકિંગ કર્યું હતું

આ દરમિયાન દુકાનમાં રાખવામાં આવેલા થેલામાં જુદી-જુદી બનાવટની નિયમ મુજબની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટોના પેકેટો તથા પ્રતિબંધિત ઇ-સિગારેટો મળી આવી હતી. જેથી SOGએ દુકાન માલિક સામે ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ એકટ-2003ની કલમ 7, 8, 9, 20 તથા ધી પ્રોહિબિશન ઓફ ઇલોકક્ટ્રોનીક સિગારેટ એકટ 2019ની કલમ 4 અને 7 મુજબનો ગુનો જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે.

Share :

Leave a Comments