- ગ્રીન ચટણી, તુવેર દાળ, પનીર, આઈસ્ક્રીમ અને ખાદ્યતેલના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા, પનીરની ગુણવત્તાને લઇને અનેક સવાલો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુન માસમાં લેવામાં આવેલા પનીર સહિતના ખાદ્યપ્રદાર્થોના નમૂનાઓના રિપોર્ટ છેક બે મહિનામાં પછી હવે આવ્યા છે. જેમાં 19 નમૂનાઓ નાપાસ જાહેર થયા છે. આ તમામ 19 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે અને વેપારીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફિસરોએ વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 મુજબ જુન માસ દરમિયાન ખાદ્ય પદાર્થોનાં શંકાસ્પદ નમૂનાઓ લીધા હતા. જે નમૂનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આપવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ લેબોરેટરીનાં પૃથ્થક૨ણ રિપોર્ટ આધારે લેવામાં આવેલા શંકાસ્પદ નમૂનાઓમાંથી 19 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ નાપાસ જાહેર થયેલ નમૂનાઓને લઇને ફુડ બિઝનેશ ઓપરેટરો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં અગાઉ પર પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તે વખતે પણ પનીરના નમૂનાઓ નાપાસ થયા હતા. ત્યારે હવે પનીરની ગુણવત્તાને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.