વડોદરા પાલિકાની ઢોર પાર્ટીના સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓને પગાર માટે વલખાં..!!

પગાર પણ કોઈ ચોક્કસ તારીખ નહિ થતો હોવાના આક્ષેપો કરાયાં

MailVadodara.com - Vadodara-Municipalitys-Cattle-Partys-Sainik-Security-Agency-worker-not-yet-paid-Salary

- અધિકારીએ બે-ચાર દિવસમાં પગાર થઈ જશે એવું આશ્વાસન આપ્યું

વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટ કર્મીઓનો ચાલુ મહિનાનો પગાર હજી સુધી નહીં થતાં સામાન્ય વર્ગના આ કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં સપડાયા છે. સિક્યુરિટી એજન્સીના કર્મીઓએ હોવાના આક્રોશ સાથે અધિકારીને રજૂઆતો કરતાં આગામી બે-ચાર દિવસમાં પગાર થઈ જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે. પગાર અંગે કોઈ ચોક્કસ તારીખ કે નીતિ નહિ હોવાના પણ આક્ષેપો થયા છે.

વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટીના સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. ચાલુ મે મહિનાની આજે તા. 20 થઈ ગઈ છે. છતાં પણ આજદિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર કરવામાં આવ્યો નથી, જેથી સામાન્ય વર્ગના ઢોર પાર્ટીના આ કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

આ અંગે દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવા માટે સિક્યુરિટી એજન્સીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ ગયા હતા પરંતુ સંબંધિત અધિકારી નહીં મળતા અન્ય અધિકારી વિક્રમ સરવૈયાને પગાર બાબતે રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ યોગ્ય ઉત્તર નહીં મળતો હોવાના આક્ષેપો કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કર્યા છે. પાલિકાની ઢોર પાર્ટીના સૈનિક સિક્યુરિટી એજન્સીના કોન્ટ્રાક્ટના કર્મીઓએ વધુમાં જણાવ્યું હતું કે પગાર બાબતે રજૂઆત કરવા જતા પાલિકા તંત્ર દ્વારા સિક્યુરિટી એજન્સીના બિલ પાસ નહીં થયા હોવાનું પણ જણાવ્યું હતું પરિણામે પગાર અટકયો હોવાનું અન્ય અધિકારીએ જણાવ્યું હતું. આ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે આગામી ચાર પાંચ દિવસમાં સિક્યુરિટી એજન્સીની ઢોર પાર્ટીના તમામ કોન્ટ્રાક્ટ કર્મીઓનો પગાર થઈ જશે એવું આશ્વાસન આપ્યું હતું.

સિક્યુરિટી એજન્સીના ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટ કર્મીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પગાર અંગે કોઈ ચોક્કસ તારીખ નક્કી નથી હોતી કેટલીક વાર તો મહિનો પૂરો  થાય ત્યારે સિક્યુરિટી એજન્સી દ્વારા પગાર આપવામાં આવતો હોવાના પણ આક્ષેપ થયા હતા. આ અંગે કોઈ ચોક્કસ નીતિ સિક્યુરિટી એજન્સી દ્વારા નક્કી થાય એ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના હિતમાં હોવાનું પણ ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટ કર્મીઓએ જણાવ્યું હતું.

Share :

Leave a Comments