વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના વનસ્પતિ ઘીનું વેચાણ કરતા વિક્રેતાઓને દરોડા,150 કિલો જથ્થો જપ્ત!

વનસ્પતિ ઘી ના નમૂના લઇ કોર્પોરેશનની લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલી અપાયાં

MailVadodara.com - Vadodara-Municipality-health-department-raided-vendors-selling-vegetable-ghee-seized-150-kg

- આરોગ્ય વિભાગે મદનઝાંપા સ્થિત કનૈયાલાલ ગાંધીની દુકાન સહિત બે દુકાનોમાંથી 20 હજારથી વધુનો વનસ્પતિ ઘી નો જથ્થો સીઝ કર્યો!

- વનસ્પતિ ઘી ના નમૂના લેવામાં આવ્યા, 14 દિવસમાં રિપોર્ટ આવશે


વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ સેફટી વિભાગ દ્વારા વનસ્પતિ ઘીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સામૂહિક દરોડા પાડ્યા હતા. શહેરના મદનઝાંપા મેઇન રોડ પર આવેલી કરિયાણાની એક દુકાનમાં આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરોએ ચેકિંગ કરતા વનસ્પતિ ઘી જેવા 150 કિલોથી વધુનો જથ્થો કબજે કર્યો હતો. અને ઘી ના નમૂના લઇ કોર્પોરેશનની લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મું છે.


મળેલી માહિતી પ્રમાણે, વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખાએ દૂધ, પનીર, મરી મસાલા વિક્રેતાઓની ત્યાં દરોડા બાદ હવે પાલિકાની ખોરાક શાખા ફૂડ સેફ્ટી ઓફિસરનોની અલગ-અલગ ટીમો દ્વારા શહેરમાં વનસ્પતિ ઘી નું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડતા વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

શહેરમાં વનસ્પતિ ઘી જે તાવડાના ઘી તરીકે પણ ઓળખાય છે તેને ખાનારો મોટો વર્ગ છે. અને તે પ્રતિકિલો રૂપિયા 180ના ભાવે વેચાય છે. ત્યારે શહેરના મદનઝાંપા રોડ વિસ્તારના મિયા અબ્બાસના ખાંચાની સામે આવેલા વનસ્પતિ ઘી ના વિક્રેતા કનૈયાલાલ રામજીભાઈ ગાંધીની દુકાન સહિત બે દુકાનોમાં કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરોએ દરોડા પાડ્યા હતા અને ફૂડ સેફ્ટી ઓફિસરે અંદાજિત રૂપિયા 20 હજારની કિંમતનું 150 કિલોથી વધુ વનસ્પતિ ઘી નો જથ્થો સીઝ કર્યો હતો.


આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે જણાવ્યું હતું કે, તાજેતરમાં પનીરનો જથ્થો પકડવામાં આવ્યો હતો. તે બાદ આજે વનસ્પતી ઘીનું વેચાણ કરનાર બે વિક્રેતાઓની ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વનસ્પતી ઘીનો જથ્થો શંકાસ્પદ જણાઇ આવતા સીઝ કરવામાં આવ્યો હતો. તે સાથે વનસ્પતી ઘીના અલગ-અલગ જથ્થામાંથી નમૂના લેવામાં આવ્યા છે. અને આ નમૂના ફતેગંજ ખાતે આવેલી પાલિકાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. આ ઘી નો રિપોર્ટ આગામી 14 દિવસ દરમિયાન આવશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વનસ્પતી ઘી માં કોઇ ભેળસેળ જણાઇ આવશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને વિવિધ ખાદ્ય ચિજવસ્તુઓ ગુણવત્તાયુક્ત મળે તે માટે સતત તપાસ કરી રહ્યું છે. ત્યારે વનસ્પતી ઘીના વિક્રેતાઓની તપાસ કરાતા શંકાસ્પદ 150 કિલો વનસ્પતી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તે સીઝ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments