વડોદરા પાલિકા દ્વારા મદનઝાંપા રોડના સાયકલ બજાર, માર્કેટ આસપાસથી ફ્રુટવાળાને હટાવાયા

શહેરમાં ચારેય બાજુએ ઠેર-ઠેર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો

MailVadodara.com - Vadodara-Municipality-has-removed-the-fruit-vendors-from-the-cycle-market-of-Madanzampa-Road-around-the-market

- દબાણશાખાએ ફ્રુટ બજારના દબાણો દૂર કરી 100 કિલો ફ્રૂટનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા શહેરમાં ચારે બાજુએ ઠેર-ઠેર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા મદનઝાંપા રોડના સાયકલ બજાર સહિત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આસપાસના ફ્રુટ બજારના દબાણો દૂર કરીને 50 જેટલી ક્રેટો મળી 100 કિલો ફ્રૂટનો જથ્થો જમા લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મદનઝાંપા રોડના સાયકલ બજારના દુકાનદારો બંને તરફનો ફૂટપાથ સાયકલો ગોઠવીને દબાવી દેવા સહિત બંને તરફનો જાહેર રોડ પર પણ દબાણો થઈ જતા હોય છે. 

આ અંગે મ્યુનિ. કમિ.ની સુચના હેઠળ પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે સાઇકલ બજારના દબાણો દૂર કરીને રસ્તા ખુલ્લા કરાવ્યા હતા. આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ આસપાસ ફ્રુટના ગેરકાયદે પથારા લગાવીને વેપાર ધંધો કરનારાઓને ખદેડીને પચાસ જેટલી ક્રેટો કબજે કરી સ્ટોરમાં જમા કરાવાઈ હતી.

Share :

Leave a Comments