વડોદરા પાલિકાએ લીધેલા પનીર, આઇસ્કીમ, કેરીનો રસ અને સીઝવાન રાઇસ સહિત 15 નમુના નાપાસ જાહેર

વડોદરા પાલિકાએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી નમૂના લીધા હતા

MailVadodara.com - Vadodara-Municipality-declares-15-samples-failed-including-cheese-ice-cream-mango-juice-and-seasoned-rice

- વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મગદાળ, પનીર, સીઝવાન રાઈરા, આઈસ્ક્રિમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવ ટામેટાનું શાક, કેરીનો રસ, છોલે (પ્રીપેર્ડ ફૂડ), દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વગેરેનું વેચાણ કરતા રિટેઇલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ એસ્ટાબ્લીસમેન્ટ, ફૂડ સર્વીસીસ હોટલ, સર્વીસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદકમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. જેમા આ સઘન ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓમાં 15 નમૂના નાપાસ જાહેર થયાં છે.


ફૂડ શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરનાં વાઘોડિયા રોડ, અલ્કાપુરી, ઓ.પી. રોડ, છાણી, નીઝામપુરા, સમા-સાવલી રોડ, વારસિયા, તરસાલી બાયપાસ, રેસકોર્સ, સયાજીગંજ, ઇલોરાપાર્ક વગેરે વિસ્તારોમાં આવેલ રીટેઇલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લીસમેન્ટ, ફૂડ સર્વિસીસ હોટલ, ફુડ સર્વિસીસ રેસ્ટોરન્ટ, ઉત્પાદકમાંથી મગદાળ, પનીર, સીઝવાન રાઇસ, આઇસ્ક્રિમ, પનીર બટર મસાલા, ચીલી પાવડર, સેવટામેટાનું શાક, કેરીનો રસ, છોલે, દમ વેજ બીરીયાની, મેંગો મીલ્ક શેક વગેરેનાં 15 નમૂના લીધા હતા. જેમાં 2 નમૂના અનસેફ અને 13 નમૂના સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવશે.


Share :

Leave a Comments