વડોદરા પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત 50માંથી 37 તળાવની સફાઈ કામગીરી પૂર્ણ કરાઈ

વડોદરા શહેરના ચારેય ઝોન પૈકી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 19 તળાવ છે

MailVadodara.com - Vadodara-Municipality-completed-cleaning-of-37-out-of-50-lakes-under-pre-monsoon-operation

- આગામી 5 જૂન સુધીમાં શહેરના તમામ તળાવની સફાઇ પૂર્ણ કરવા સૂચના અપાઇ, હાલ બાકી 11 તળાવની સફાઈ કામગીરી ચાલુ


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રિમોન્સૂન સફાઈ કામગીરી સંદર્ભે કોર્પોરેશનમાં સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. કોર્પોરેશન કહે છે કે 90 ટકાથી વધુ કામગીરી થઈ ગઈ છે. બીજી બાજુ શહેરના તમામ તળાવની સફાઈ પાંચ જૂન સુધીમાં પૂર્ણ કરવા સુચના આપી દેવામાં આવી છે.


કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ સમિતિની મળેલી મિટિંગમાં વડોદરા શહેરના તળાવોની સફાઈની કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ચારેય ઝોનમાં 50 તળાવ છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 19 છે. આ 50માંથી 37 તળાવની સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ 11 તળાવની સફાઈ કામગીરી ચાલુ છે. જ્યારે બે તળાવની કામગીરી હજુ શરૂ કરવાની બાકી છે. ઉત્તર ઝોનમાં તમામ છ તળાવની સફાઈ થઈ ચૂકી છે. પશ્ચિમ ઝોનમાં 19 માંથી 15 તળાવ સાફ થઈ ચૂક્યા છે. હાલ ત્યાં 6 તળાવની સફાઈ કામગીરી ચાલુ છે, એ જ પ્રમાણે પૂર્વ ઝોનમાં 6 તળાવનું સફાઈ કાર્ય ચાલી રહ્યું છે. અહીં 7 તળાવનું સફાઈ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે પૂર્વ અને પશ્ચિમ એ બે જ ઝોન એક-એક તળાવનું સફાઈ કાર્ય હજી શરૂ કરવું બાકી છે. 


Share :

Leave a Comments