વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ રિબેટ (વળતર) યોજના હાલમાં અમલમાં છે. આ યોજના માટે અંતિમ તારીખ અગામી 20 જુલાઈ છે. આમ આ યોજના આડે હજુ 3 દિવસ બાકી છે, ત્યારે વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં પાલિકાને 107.84 કરોડની આવક થઇ છે અને હવે છેલ્લા ૩ દિવસ બાકી છે.
મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2024-25ની મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને રહેણાંક મિલકત માટે 10 ટકા અને બિન રહેણાક મિલકત માટે 5 ટકા વળતર તેમજ બંને કિસ્સામાં ઓનલાઇન પેમેન્ટ કરનાર કરદાતાઓ માટે વધુ એક ટકા વળતરની યોજના અમલમાં મુકેલી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓનલાઇન પેમેન્ટ દ્વારા 60.70 કરોડની વસુલાત થઈ છે. જેમાં કરદાતાઓને 4.34 કરોડની રીબેટ આપવામાં આવી છે.
આ યોજનાની અંતિમ તારીખ વીત્યા બાદ વર્ષ 2024-25ના રેગ્યુલર વેરા બિલ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે પાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે. આ યોજનામાં બાકી કરદાતા છેલ્લાં ચાર દિવસમાં પોતાનો વેરો ભરી એડવાન્સ 11 ટકા સુઘી રીબેટ મેળવી શકે છે.