વડોદરા પાલિકામાં ખાલી પડેલી સ્ટાફ નર્સ વર્ગ-3ની તા.9 ફેબ્રુઆરીએ બે ભાગમાં પરીક્ષા લેવાશે

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં 1903 સ્ટાફ નર્સની સીધી ભરતી કરાશે

MailVadodara.com - Vadodara-Municipality-Vacancy-of-Staff-Nurse-Class-III-will-be-conducted-on-February-9-in-two-parts

- ઈચ્છુક ઉમેદવારો આવતીકાલે તા.1 થી 9 ફેબ્રુઆરી સુધી પ્રવેશપત્ર ભરી શકશે

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી સ્ટાફ નર્સ વર્ગ-3ની 1903 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંગેની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા. 9 ફેબ્રુઆરી બે ભાગમાં લેવામાં આવશે.

મળેલી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની કુલ ખાલી 1903 જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેના પ્રવેશપત્ર આવતીકાલ તા.1 ફેબ્રુઆરીએ બપોરથી તા. 9 ફેબ્રુઆરી સવાર સુધી ભરવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટાફ નર્સ વર્ગ-3ની સીધી ભરતી અંગે પરીક્ષા બાબતે કમિશનર (આરોગ્ય)ની કચેરીએથી જણાવાયું છે કે, સ્ટાફ નર્સ વર્ગ-3ની ખાલી રહેલી કુલ 1903 જગ્યાઓ સીધી ભરતીથી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવા માટે ઓનલાઈન વેબસાઈટ દ્વારા અરજીઓ મેળવવામાં આવી હતી. જે અંગે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા તા. 9 ફેબ્રુઆરી રવિવારે સવારે 10-30 થી 12-30 અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં જુદા-જુદા સાત શહેરોના પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. આ અંગેના પ્રવેશપત્ર આગામી તા. 1 ફેબ્રુઆરી સોમવારથી તા. 9 ફેબ્રુઆરી સુધી મેળવી શકાશે.

Share :

Leave a Comments