વડોદરા પાલિકાની સ્થાયી સમિતિમાં પાણી પુરવઠા વિભાગના અંદાજે રૂા. 4 કરોડના કામો રજૂ કરાયા

પાલિકા એક જ ઇજારદારનું 36.58 ટકા વધુ ભાવનું કામ મંજૂર કરવા આતુર બન્યું..?!!

MailVadodara.com - Vadodara-Municipality-Standing-Committee-of-Water-Supply-Department-estimated-Rs-4-crore-works-presented

- પાણીનું પ્રેશર વધારવા બીજા ઇજારદારોના ભાવો આવે તેવા પ્રયાસો કરવાને બદલે એક જ ઇજારદારના આવેલા ભાવો મંજુર કરવાની દરખાસ્ત રજૂ કરતા વિવાદ..!!

વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિમાં પાણી પુરવઠા વિભાગના અંદાજે રૂપિયા 4 કરોડના કામો રજૂ કરવામાં આવ્યા છે. જે પૈકી દક્ષિણ ઝોનમાં પાણીનું પ્રેશર સુધારવા માટેના કામ માટે આવેલા એક જ ઇજારદારના ભાવ આવ્યા છે. પાલિકાને ફાયદો થાય તે માટે એકથી વધુ ઇજારદારોના ભાવો આવે તેવા પ્રયાસો કરવાને બદલે એક જ ઇજારદારનું 36.58 ટકા વધુ ભાવનું કામ મંજૂર કરવા આતુર બન્યું છે, જે કામને લઈ વિવાદ સર્જાયો છે.

દક્ષિણ ઝોનમાં પાણીનું પ્રેશર સુધારવા માટે રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યા અનુસાર દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 16માં સાંઈબાબા મંદિર, પૂજા પાર્ક તેમજ આસપાસની સોસાયટીઓમાં પાણીનું પ્રેશર સુધારવા માટે રૂપિયા 31,48,238ના કામને મંજૂરી મળેલી છે. જે કામ માટે ઇજારદારો પાસેથી ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. જેમાં એકમાત્ર ઈજારદારનું ભાવપત્ર આવ્યું હતું. 

વડોદરા પાલિકાના અધિકારીઓએ કામની અગત્યતાનો આધાર રજૂ કરી અંદાજથી 36.58 ટકા વધુનું ભાવ પત્રક મંજૂર કરવા સ્થાયી સમિતિમાં રજૂ કર્યું છે, ત્યારે અધિકારીઓએ પાલિકાને ફાયદો થાય તે માટે બીજા ઇજારદારોના ભાવો આવે તેવા પ્રયાસો કરવાને બદલે એક જ ઇજારદારના આવેલા ભાવો મંજુર કરવાની દરખાસ્ત રજૂ કરતા વિવાદ સર્જાયો છે.

તે જ રીતે શહેરના ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 2 અને 3માં સમાવિષ્ટ નોર્થ હરણી વિસ્તારમાં ઊર્મિ સ્કૂલ ચાર રસ્તાથી હરણી પાણી ટાંકી સુધી નવીન 600 મી.મી. ડાયા એચ.એસ. ફીડર નળીકા નાખવાના કામનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવેલ છે. હાલ બે ભૂગર્ભ પૈકી 4.75 લાખ લીટર એક ભૂગર્ભ સંપ અને બીજો 20 લાખની ક્ષમતાનો છે. ટાંકીથી ફીડર નલિકા 300 મીટર વ્યાસની છે. તેથી સ્થળે પાણીનો જથ્થો ઓછો મળતો હોવાથી પાણીની ટાંકી ખાતે વધારાનો પાણીનો જથ્થો મેળવી શકાય તે 660 મી.મી. ડાયાની એચ.એસ. ફીડર નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રૂપિયા 2,90,27,100 ખર્ચ કરવામાં આવશે.

આ ઉપરાંત ઉત્તર ઝોન વોર્ડ નંબર 7ના વિસ્તાર માટે વર્ષ 2022-23 પાણીની કાસ્ટ આઈડી નળીકા નાંખવાના (પાઇપો સિવાય)ના કામે SORથી ભાવ ઠરાવવામાં આવે છે. 80-20ની સ્કીમ તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ પેટે વિવિધ કામો થનાર છે. જે માટે રૂપિયા 25 લાખની નાણાકીય મર્યાદા વધારવાના કામને સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments