વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી હેતુ રજૂ થયેલ વિવિધ વિભાગોના 12 કામો પૈકી 5 કામો મુલતવી રાખી 7 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.
વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજુ થયેલા 12 કામો પૈકી પાણી પુરવઠા શાખાના ત્રણ કામો મુલતવી રાખવાનો નિર્ણય થયો છે. જેમાં પશ્ચિમ વિસ્તારના વોર્ડ 8, વોર્ડ 11 અને વોર્ડ 9 માં 40 લાખ લેખે પાણીની નળીકા નાખવાના વાર્ષિક ઇજારા ફાળવવાનો સમાવેશ થાય છે. જે પાછળનું કારણ ભાવમાં વિશંગતતા છે. તદુપરાંત એફોર્ડબલ હાઉસિંગ કેન્દ્ર સરકારની એફોર્ડબલ હાઉસિંગ કોમ્પલેક્ષ અંતર્ગત 748 આવાસોની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા અંગેનું કામ મુલતવી રાખ્યું છે. જે માટે અન્ય શહેરોમાં આ કામગીરી માટે ભાવની સરખામણી કર્યા બાદ નિર્ણય થશે.
ખાસ, કરીને સમા-સાવલી રોડથી છાણી કેનાલ સુધી આઇઓસીએલ કંપનીના સીએસઆર ફંડમાંથી રૂપિયા 3.02 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક બનાવવાના કામને સભાની રાહે મંજૂરી આપી છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેકની કામગીરી અંગે કહ્યું હતું કે, થોડું વિઘ્ન છે તેનો પણ નિવેડો આવતા પ્રજાને તેનો લાભ મળશે. જ્યારે ફાયર મશીન મહારાષ્ટ્ર મેઇન્ટન્સ માટે મોકલવું, કોર્પોરેશનની કામગીરી માટે હિટાચી મશીન ભાડેથી મેળવવું તથા પાણી, ડ્રેનેજ, મિકેનિકલ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા તરફથી રજૂ થયેલ કામોને મંજૂરી મળી છે.