વડોદરા મ્યુનિ. કમિશનરે બદલી થતાં ચાર્જ છોડ્યો, નવા કમિશનર બુધવારે ચાર્જ લેશે

MailVadodara.com - Vadodara-Muni-Commissioner-relinquishes-charge-on-transfer-new-commissioner-will-take-charge-on-Wednesday

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની બદલી થતાં તેઓએ આજે ચાર્જ છોડી દીધો છે જ્યારે નવા મ્યુનિસિપલ કમિશનર બુધવારે સવારે ચાર્જ લેનાર છે તેમ જાણવા મળે છે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણીની  નિમણૂક થયાને પાંચ મહિનાનો સમય પૂર્ણ થયો હતો, ત્યાં જ ગુજરાત સરકારે તેઓની બદલી ટેકનિકલ શિક્ષણ વિભાગમાં કરવાનો હુકમ કર્યો હતો. જે બાદ તેઓએ આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના હોદ્દાનો ચાર્જ છોડી દીધો હતો. તેમનો હવાલો ડેપ્યુટી કમિશનર પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યો છે.

આ દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ ભુજના કલેકટર દિલીપકુમાર રાણાની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે થઈ છે તેઓ આગામી બુધવારના રોજ સવારે 10:30 કલાકે હોદ્દો અખત તૈયાર કરશે તેમ જાણવા મળે છે.

Share :

Leave a Comments