વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથી આરોપીને ઝડપ્યો

કરજણ પોલીસ મથકના ચોરી કેસ સંડોવાયેલા આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો

MailVadodara.com - Vadodara-District-Parole-and-Furlough-Squad-nabs-accused-from-Naxal-affected-district-of-Chhattisgarh

- આરોપીએ 1.80 લાખની કિંમતના 225 કિલો વજનની કોપર સ્ટ્રીપ ચોરી કરી હતી

- વડોદરા ગ્રામ્યની પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમી આધારે હાલ ભરૂચના સંજેલીમાં રહેતા પ્રદિપકુમાર ઉર્ફે અન્ના પટેલને તેના વતન છત્તીસગઢના કાંકેર જિલ્લામાંથી ઝડપી પાડ્યો

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથીમાં કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીમાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને વડોદરા ગ્રામ્યની પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપી દ્વારા રૂપિયા 1.80 લાખની કિંમતના 225 કિલો વજનની કોપર સ્ટ્રીપ ચોરી કરવામાં આવી હતી.

પીએસઆઇ વી.જી. લાંબરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા ગ્રામ્યની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે યાદી બનાવીને ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી રહી છે. આરોપીઓના સંભવિત વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ક્વોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફરાર આરોપીઓની યાદી પૈકીના છેલ્લા બે વર્ષથી ફરાર પ્રદિપકુમાર ઉર્ફે અન્ના રામનિવાસ પટેલ (રહે. સંજેલી, ભરૂચ) (મૂળ રહે. પાટોદ, કાંકેર, છત્તીસગઢ) તેના વતનમાં છે તેવી માહિતી મળતાં સ્કવોર્ડની ટીમો રવાના કરવામાં આવી હતી. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં પહોંચ્યા બાદ ટીમોએ ટેક્નિકલ સપોર્ટ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સાથે રાખીને આરોપી પ્રદિપ ઉર્ફ અન્ના પટેલને ઝડપી પાડયો હતો.

Share :

Leave a Comments