વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાવડરના મટીરીયલની થેલીઓ વચ્ચે ટ્રકમાં સંતાડેલો 2.96 લાખનો દારૂ ઝડપી પાડ્યો

ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે છાણી બ્રિજ નીચે દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Vadodara-Crime-Branch-seized-liquor-worth-Rs-2-96-lakh-hidden-in-a-truck-between-bags-of-powder-material

- પોલીસે એક આરોપીને ઝડપી પાડી, બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા


વડોદરામાં ટ્રકમાં સફેદ પાવડરના મટીરીયલની થેલીઓ વચ્ચે સંતાડી લવાતા દારૂનું કટિંગ થતા પહેલા જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગી ગયો છે. જેને કારણે બુટલેગરોની મનશા પર પાણી પરી વળ્યું છે. આ ઘટનામાં પોલીસે રૂ. 2.96 લાખના દારૂ સહિત કુલ રૂપિયા 18.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી કે, એક ટ્રક છાણી બ્રિજની નીચે, હેવી વોટર પ્લાન્ટની સામે ઉભી છે. જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે. અને તેનું કટિંગ થનાર છે.


બાતમીવાળી જગ્યાએ ટીમે દરોડો પાડતા માહિતી અનુસારની ટ્રક મળી આવી હતી. ટ્રકની તપાસ કરતા સ્થળ પરથી ચાલક રધુવીરસિંહ મદનસિંહ રાઠોડ (રહે. પરડોદાસગામ, ભીલવાડા-રાજસ્થાન) મળી આવ્યો હતો. ટ્રકમાં તપાસ કરતા તેમાંથી સફેદ પાવડર મટીરીયલની થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિવિધ વિદેશી દારૂનો કુલ રૂપિયા 2.96 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. તથા પાવડર, બીલો સહિત કુલ મળીને રૂપિયા 18.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સ્થળ પરથી કંડક્ટર મળી આવ્યો ન હતો. સમગ્ર કાર્યવાહીમાં એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા રધુવીરસિંહ મદનસિંહ રાઠોડ (રહે. પરડોદાસગામ, ભીલવાડા-રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાળુ રાવ (માનવત) (રહે. ખેહજરીગામ, હુરડા, ભીલવાડા-રાજસ્થાન) અને જીવરાજ જાટ (રહે. ગોવીદપુરા, ઓરડા, ભીલવાડા-રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments